કચ્છમાં આજથી 6 ફેબ્રુઆરી સુધી હવામાન વિભાગે ઉત્તર પૂર્વના પવનોને કારણે કોલ્ડવેવની આગાહી કરી છે. તો આગામી બે દિવસ વાતાવરણ પણ ધૂંધળુ રહે તેવી હવામાન વિભાગે શક્યતા વ્યકત કરી છે. રાજ્યમાં બુધવારે વલસાડમાં 10.5 ડિગ્રી તાપમાન નોંધાયું તો ગાંધીનગરમાં 11.5, નલિયામાં 12.4, અમદાવાદમાં 13.6 અને ડીસામાં પણ 13.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે હવાની દિશા બદલાઇ છે. હાલ સૌરાષ્ટ્રમાં ઉત્તર પશ્ચિમી પવનો છે જેને કારણે ભેજનું પ્રમાણ વધ્યું છે. પવનની ગતિ પણ હાલ ખૂબ જ મંદ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર બાદ પવનની દિશા ઉત્તર પૂર્વની થશે અને પવનની ગતિમાં પણ વધારો થશે.