આજનું રાશિફળઃ પંચાગ અનુસાર માગશર વદ સાતમની તિથિ છે. આજે બુધનું રાશિ પરવિર્તન થયું છે. બુધ આજથી મકર રાશિમાં રહેશે. આજે ચંદ્ર કન્યા રાશિમાં છે. ગ્રહોની ચાલ આજે તમામ રાશિને પ્રભાવિત કરી રહી છે. આજે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર છે.
મેષઃ આજના દિવસે સારા વ્યવહારના કારણે તમામનો સહયોગ મળશે પરંતુ થોડી સાવધાની રાખવી પડશે. સમગ્ર દિવસ ઉર્જાથી ભરપૂર રહેશે.
વૃષભઃ આર્થિક લાભની દ્રષ્ટિએ આજનો દિવસ શુભ લાભ આપનારો રહેશે. જૂના કરવામાં આવેલા રોકાણમાં સારો નફો મળવાની શક્યતા છે.
મિથુનઃ આજે કોઈ કારણોથી મન ખિન્ન રહી શકે છે, પરંતુ તમારે પરેશાનીથી બચવા પ્રસન્ન રહેવું પડશે. આફિસના કામકામ માટે બીજા શહેરોની યાત્રા કરવી પડી શકે છે. ભવિષ્યમાં સમસ્યા ઉભી થઈ શકે છે.
કર્કઃ આજના દિવસે આજીવિકા માટે પરિશ્રમ સાથે સજાગતા બનાવી રાખવી પડશે. ભવિષ્યના પ્લાનિંગ માટે સમય અનુકૂળ છે. કોઈ મહત્વના પ્રોજેક્ટ પર કા કરતી વખતે તમામની સલાહથી કામ કરવું લાભદાયક રહેશે.
સિંહઃ આજે ખુદને એકલા ન સમજો. તણાવથી છુટકારો મેળવવા મિત્રો સાથે તાલ-મેલ બનાવી રાખો. ઓફિશિયલ જ્ઞાન વધારવા ખુદને અપડેટ કરો. ઘરમાં તમામને અગ્નિ દુર્ઘટના પ્રત્યે સાવધાન રહેવાની સલાહ આપજો.
કન્યાઃ આજના દિવસે તમારા તમામ કામ બનતાં નજરે પડી રહ્યા છે, ખુદને ઉત્સાહિત અને સંતુલિત બનાવી રાખો. જીવન પ્રત્યે ઉઠી રહેલા સવાલોના જવાબ પુસ્તકમાંતી શોધવા ઉત્તમ રહેશે.
તુલાઃ આજના દિવસે કારણવગર ચીડયાપણું માનસિક તણાવને આમંત્રણ આપી શકે છે. યાત્રા કે ડ્રાઇવિંગ કરતા સમયે થોડી સાવધાની રાખજો. સ્વજનો દૂર જવાથી મન દુખી રહેશે.
વૃશ્ચિકઃ આજે તમારી મહત્વાકાંક્ષા દુખનું કારણ બની શકે છે. ભવિષ્ય માટે જનસંપર્ક વધારવો પડશે. નવા સંબંધમાં જોડાઈ રહ્યા હો તો ઉતાવળ ન કરો, સમજી વિચારીને નિર્ણય લેવો લાભદાયક રહેશે.
ધનઃ આજે કામ વિધિવત અને શાંત રહીને કરશો તો નિશ્ચિત રીતે લાભ થશે. તમામ લોકો તમારી મદદ માટે તત્પર રહેશે. કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ તમારી પાસે સહયોગની અપેક્ષા લઈને આવે તો પૂરા તનમનથી મદદ કરો.
મકરઃ આજના દિવસે કોઈ અજાણ્યા વ્યક્તિ પર ભરોસો કરવો ઠીક નથી. ઉચ્ચ અધિકારીઓ તરફથી તમારા કામને જોયા બાદ જવાબદારી વધારવામાં આવી શકે છે. વેપારની શરૂઆત કરતા હો તો મોટા રોકાણથી દૂર રહો.
કુંભઃ આજના દિવસની શરૂઆત હનુમાન ચાલીસા અને સુંદરકાંડના પાઠથી કરો. ઓફિસના નિયમનું પાલન કરવામાં વિશેષ ખ્યાલ રાખો.
મીનઃ આજે જુના અટકેલા કામ પૂરા થવાથી મન પ્રસન્ન રહેશે. સકારાત્મક ભાવ સાથે નવા દિવસની શરૂઆત કરો. પરિવારમાં પ્રેમભાવ વધશે.
રાશિફળ 5 જાન્યુઆરીઃ મિથુન, કર્ક, સિંહ રાશિના જાતકો રહે સાવધાન, જાણો તમામ રાશિનું આજનું રાશિફળ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
05 Jan 2021 07:30 AM (IST)
આજે ચંદ્ર કન્યા રાશિમાં છે. ગ્રહોની ચાલ આજે તમામ રાશિને પ્રભાવિત કરી રહી છે. આજે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -