નવી દિલ્હીઃ ગુજરાતથી રાજ્યસભા સાંસદ અને બિહાર કોંગ્રેસના પ્રભારી શક્તિસિંહ ગોહિલ પાર્ટી પદથી મુક્ત થવા ઈચ્છે છે. તેમણે સોમવારે ખુદ ટ્વિટ કરીને પોતાની ઈચ્છા જનતા અને પાર્ટી નેતૃત્વ સમક્ષ રાખી હતી.

કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે ટ્વિટ કરીને કહ્યુ, અંગત કારણોથી હું કોંગ્રેસના મોવડીમંડળને રજૂઆત કરી છે કે મને હળવી જવાબદારી આપવામાં આવે અને બિહારના પ્રભારી પદેથી મુક્ત કરવામાં આવે.



નવેમ્બર 2020માં શક્તિસિંહ ગોહિલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ અંગે તેમણે ખુદ ટ્વિટર પર જાણકારી આપી હતી. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 16505 દર્દીઓ નોંધાયા હતા અને 214 લોકોના થયા છે. આ સાથે કુલ સંક્રમિતોની સંખ્યા 1,03,40,470 પર પહોંચી છે. દેશમાં એક્ટિવ કેસની કુલ સંખ્યા 2,43,953 છે. જ્યાકે 99,46,867 લોકો કોરોનાને હરાવી ચુક્યા છે. દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 1,49,649 થયો છે.

કોરોના વાયરસના નવા સ્ટ્રેનથી દેશમાં અત્યાર સુધીમાં કુલ 38 લોકો સંક્રમિત થયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આજે બપોરે આ જાણકારી આપી છે. કોરોનાનો નવો સ્ટ્રેન સૌથી પહેલા બ્રિટનમાં મળ્યો હતો, જે 70 ટકા વધારે સંક્રામક છે.