તો કેશોદનું 7.1 ડિગ્રી, ભૂજ 9 ડિગ્રી, પોરબંદર અને રાજકોટ 9.3 ડિગ્રી અને અમદાવાદનું 12.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. તો સુરત જિલ્લાના બારડોલી અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદી ઝાપટા વરસતા ધરતીપુત્રોની ચિંતા વધી હતી. દક્ષિણ ગુજરાતના તાપીના સોનગઢ અને વ્યારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ માવઠું થયું હતું.
બીજી બાજુ ભારે હિમવર્ષાથી ચારેય તરફ બરફની ચાદર છવાઈ છે. તો એ જ હિમવર્ષાથી જનજીવન પણ પ્રભાવિત થયું છે. ભારે હિમવર્ષાથી સતત ત્રીજા દિવસે શ્રીનગર હાઈ વે બંધ રહેતા 4500થી વધુ વાહનો ફસાયા હતા. તો રાજધાની દિલ્લીમાં પણ ઠંડી વચ્ચે વરસાદ વરસતા તાપમાનનો પારો સતત ગગડી રહ્યો છે.
શ્રીનગરમાં સતત ત્રીજા દિવસે પણ ભારે હિમવર્ષા થતા હાઈવે બંધ કરી દેવાની ફરજ પડી હતી અને મોટી મોટી મશીનરીથી રસ્તા પર જામેલા બરફના થરને હટાવવાની કામગીરી કરવામાં આવી હતી. હિમાચલના શિમલામાં યલો વોર્નિંગ જાહેર કરવામાં આવ્યું છે.