આજનું રાશિફળઃ પંચાગ અનુસાર આજે પોષ વદ નવમીની તિથિ છે. આજે ચંદ્ર વૃશ્ચિક રાશિમાં ગોચર કરી રહ્યો છે. મકર રાશિમાં આજે પંચ ગ્રહી યોગ બની રહ્યો છે. આજે કેટલીક રાશિએ જોબ અને બિઝનેસમાં વિશેષ સાવધાની રાખવાની જરૂર છે. મેષ  (અ.લ.ઇ.) :  આજે તમારી આવકમાં વધારો થવાની સંભાવના છે. નોકરી સંબંધિત મામલામાં સાવચેત રહેજો. સાસરી પક્ષમાંથી માંગલિક કાર્યો માટે નિમંત્રણ મળી શકે છે. વૃષભ (બ.વ.ઉ.) :  મહેનતુ લોકો માટે આજના દિવસે સાર્થક અને મનગમતો સફળતા અપાવનારો હશે. પરિવારમાં તમામનો સહયોગ મળશે. જમીન કે પ્લોટ લેવાનું વિચારી રહ્યા હોવ તો નિર્ણય લેવો સાર્થક રહેશે. મિથુન  (ક.છ.ઘ.)  આજના દિવસે નજીકના સંબંધોમાં કમ્યુનિકેશન ગેપ ન રહે તેનું ધ્યાન રાખજો. થોડી ધીરજ સાથે કામ કરજો અને જૂના મામલા ઉકેલી શકાય તેવો પ્રયાસ કરજો. કર્ક  (ડ.હ.) આજે બીજા સાથે કરેલા વ્યવહારથી કામ બગડશે કે બનશે. સોફ્ટવેર કંપનીમાં કાર્યરત લોકોને મોટો પ્રોજેક્ટ મળવાની સંભાવના છે. સિંહ  (મ.ટ.)  આજના દિવસની શરૂઆત સકારાત્મક ઉર્જાથી ભરપૂર રહેશે. આર્થિક મામલા ઉકેલાતા નજરે પડશે. શોક સમાચાર મળી શકે છે. કોઈપણ પ્રકારની બેદરકારી ન દાખવતાં. કન્યા  (પ.ઠ.ણ.)  આજે પરિશ્રમ કરવામાં કોઈ પીછેહઠ ન કરો. જે લોકોનું કામ પહેલાથી વધી ગયું છે તેમને રાહતની આશા છે. સાથી કર્મચારી સાથે વિવાદને લઇ સજાગ રહો. સામાન્ય વાતમાં તણાવ વધી શકે છે. તુલા   (ર.ત.)  આજના દિવસે ભાવનાઓ વાણીના માધ્યમથી બહાર આવી શકે છે. ઓફિસમાં મહત્વપૂર્ણ કામો પર ધ્યાન આપજો. નવી જવાબદારી કામનો બોજ વધારવાશે. જે લોકોએ જમીનમાં રોકાણ કર્યુ હતું તેમને ફાયદો થઈ શકે છે. વૃશ્ચિક (ન.ય.)  આજે ઉર્જા સાથે મહત્વપૂર્ણ કાર્યોને પૂરા કરી શકશો. પરિવાર કે સંબંધોમાં મહત્વના ટકરાવના કારણે તણાવની સ્થિતિ પેદા થઈ શકે છે. જો ઘરમાં તમે મોટા હો તો આગળ આવીને સમાધાન માટે પહેલ કરો. ધન  (ભ.ધ.ફ.ઢ.) આજના દિવસે ભાગ્યના ભરોસે બેસી રહેવું નુકસાનકારક હોઇ શકે છે. ક્ષમતા-પરિશ્રમ પર ભરોસો કરીને આવકના નવા સ્ત્રોત શોધજો. ઘરમાં કોઈ નવા પ્રોજેક્ટને લઈ સહમતિ બની શકે છે. પિતા પાસેથી આર્થિક મદદ મળવાની સંભાવના છે. મકર  (ખ.જ.)   આજના દિવસે ક્ષણિક ક્રોધ, આળસ કે અંહકારથી બચજો. પૂરા ઉત્સાહ સાથે ટીમનું મનોબળ વધારજો. સર્વોત્તમ સફળતા મળવાની સંભાવના છે. અપરિણીતોને લગ્ન સંબંધિત વાતચીત થઈ શકે છે. કુંભ  (ગ.શ.ષ.સ.) આજના દિવસે નવા પ્રોજેક્ટનું પ્લાનિંગ કરી શકો છો. વેપારી નાના નાના લાભ પર પણ નજર રાખજો. મેડિટેશનથી લાભ થઈ શકે છે. મીન (દ.ચ.ઝ.થ) આજના દિવસે તમે કરેલા ગત કાર્યોને જોતાં અવોર્ડ મળી શકે છે. લાંબા સમય પહેલા રોકાણનું વળતર મળી શકે છે. ઓફિસની જવાબદારી વધશે. ઘરમાં મહેમાન આવી શકે છે.