આજનું રાશિફળઃ પંચાંગ મુજબ આજે માગશર વદ નોમ છે. ચંદ્ર આજે તુલા રાશિમાં રહેશે. આજે ચિત્રા નક્ષત્ર છે. આ દિવસે મુખ્ય ગ્રહો મકર રાશિમાં એક સાથે છે. મકર રાશિમાં શનિ, ગુરુ અને બુધ એક સાથે બેઠા છે. ચાલો જાણીએ કે આજે બધી રાશિના જાતકોની કુંડળી કેવી રહેશે.
મેષઃ આજે મન વ્યથિત રહેશે. તેમ છતાં ખુદની એકાગ્રતા જાળવી રાખવી પડશે. સામે ન દેખાતા શત્રુ પરેશાની ઉભી કરી શકે છે. થોડા સતર્ક રહેવાની જરૂર છે.
વૃષભઃ આજના દિવસે તમારો હસી મજાકનો સ્વભાવ તમામને પસંદ પડશે. મિત્ર મંડળમાં વધારો થશે, પણ જૂના મિત્રો પર વિશ્વાસ જાળવી રાખજો. મહત્વપૂર્ણ વિષયમાં પિતા સાથે ચર્ચા કર્યા બાદ નિર્ણય લેજો.
કર્કઃ આજે આત્મવિશ્વાસ સાથે ખુદને આગળ રાખવાનો દિવસ છે. કાર્ય ન થઈ રહ્યું હોય તો તે માટે નવા મુકામ શોધજો. કોઈની વાતોમાં આવ્યા વગર તમારા મનથી નિર્ણય લેજો.
સિંહઃ આજે કામ અને આરામ બંનેનો તાલમેલ બનાવી રાખવાનો છે. લેખન કલા સાથે જોડાયેલા લોકોને નવી તક મળી શકે છે. થોડા સમય કાઢીને સેવા પણ કરી શકો છો.
કન્યાઃઆજના દિવસે લાંબા સમયથી અટકેલા કામ પૂરા થઈ શકે છે. મકાન અને જમીનમાં રોકાણ ફાયદાકારક સાબિત થઈ શકે છે. ઘરમાં સંધ્યા આરતી બાદ હવન જરૂર કરો.
તુલાઃ આજના દિવસે લાંબા સમયથી ચાલ્યા આવાતા નિયમો બદલવાનો સમય આવી ગયો છે. નિયમોનું પાલન કરીને પરિવાર કરે મિત્રો સાથે ફરવા જઈ શકો છો.
વૃશ્ચિકઃ પરિસ્થિતિ અનુકૂળ નથી જોવા મળી રહી તેમ છતાં તમારા પ્રયાસોમાં કમી ન લાવો. ઘરના વડીલોની વાતોને મહત્વ આપો. તેમની સલાહ કામમાં મદદગાર સાબિત થઈ શકે છે.
ધનઃ આજના દિવસે કોઈ પર ભરોસો મુકવો ભારે પડી શકે છે. ઘરમાં કોઈ જૂના વિવાદ ચાલ્યો આવતો હોય તો તેને વધવા ન દો.
મકરઃ આજના દિવસે આર્થિક મામલામાં પ્રગતિ માટે પ્લાનિંગ સાથે કામ કરવું જરૂરી છે. તમારા પ્રદર્શન સમર્પણના બળ પર વરિષ્ઠ લોકોની પ્રશંસા મળશે. જૂનું રોકાણ લાભકારી રહેશે.
કુંભઃ આજે અતિ આત્મવિશ્વાસમાં આવીને કોઈ કામ ન કરો. વિરોધીઓ તેનો ફાયદો ઉઠાવીને નુકસાન પહોંચાડી શકે છે. પિતા કોઈપણ વાત પર નારાજ થઈ શકે છે.
મીનઃ તમારું લક્ષ્ય મેળવવા માટે પરિશ્રમમાં કોઇ કમી ન રાખો. જીવનસાથી સાથે અણબનાવની આશંકા છે. સંબંધોને જાળવી રાખવાનો પ્રયાસ કરો.
રાશિફળ 7 જાન્યુઆરીઃ આજે કઈ રાશિના જાતકોએ રાખવી પડશે વધારે સાવધાની, જાણો તમામ રાશિનું આજનું રાશિફળ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
07 Jan 2021 07:34 AM (IST)
Today Horoscope: ચંદ્ર આજે તુલા રાશિમાં રહેશે. આજે ચિત્રા નક્ષત્ર છે. આ દિવસે મુખ્ય ગ્રહો મકર રાશિમાં એક સાથે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -