ધરણાં કરતા પ્રદર્શનકારીઓ હિંસક બનતા તેમને કાબૂમાં લેવા નેશનલ ગાર્ડે કાર્યવાહી કરવી પડી હતી. અહેવાલ પ્રમાણે નેશનલ ગાર્ડની કાર્યવાહીમાં એક મહિલાને ગોળી લાગતા તેનું મોત નિપજ્યુ છે.
હિંસા વચ્ચે ચૂંટાયેલા પ્રેસિડેંટ જો બાઇડેને ટ્રમ્પને અપીલ કરી છે કે, તેઓ ટેલિવિઝન પર આવે અને બંધારણની રક્ષા કરે. રિપોર્ટ અનુસાર ટ્રમ્પ સમર્થકો ચૂંટણી રદ કરવાની માગ કરી રહ્યા હતાં. આ દરમિયાન પોલીસે અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઝપાઝપી થઈ.
અમેરિકામાં 20 જાન્યુઆરીએ નવા ચૂંટાયેલા પ્રમુખ જો બાઈડેન શપથ લેવાના છે. પરંતુ ચૂંટણીમાં હારેલા હાલના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ હોદ્દો છોડવા હજુ પણ તૈયાર નથી. ઊલટાનું તેઓ ચૂંટણીના પરિણામો બદલવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ મુદ્દે તેમણે ત્યાં સુધી કહ્યું છે કે, ડેમોક્રેટ્સ અમારી પાસીથી વ્હાઈટ હાઉસ છીનવી નહીં શકે.