નવી દિલ્હી: ટોયોટાની પોતાની નવી કાર Toyota Fortuner Faceliftને લોન્ચ કરી દીધી છે. Fortuner Faceliftની સાથે ટોયોટાએ Legenderને પણ ભારતમાં લોન્ચ કરી દીધી છે.
બન્ને કાર લૂકમાં શાનદાર છે. નવી Toyota Fortunerની ડિઝાઈનને સંપૂર્ણ નવો લૂક આપવામાં આવ્યો છે. આ પહેલા મોડલ કરતા વધુ બોલ્ડ અને સ્ટાઈલિશ નજર આવી રહી છે. તે સિવાય તેમાં વેન્ટિલેટેડ સીટ્સ અને કનેક્ટેડ ફીચર્સ પણ આપવામાં આવ્યા છે.



બન્ને કારની કિંમતની વાત કરીએ તો Legender 37.58 લાખ રૂપિયાની છે જ્યારે Toyota Fortuner Faceliftની કિંમત 29.98 લાખ રૂપિયા છે. રિપોર્ટ અનુસાર આ બન્ને કારનું બુકિંગ 6 જાન્યુરીથી શરુ થઈ ગયું છે.

આ બન્ને કારમાં મેન્વેટિલેટેડ સીટ્સ અને કનેક્ટેડ ફીચર્સ આપવામાં આવ્યા છે, જેમાં ગ્રાહકોને ડ્રાઈવિંગ એક્સપીરિયન્સ પહેલાથી વધારે બેહતર બની જશે. અન્ય ફિચર્સની વાત કરીએ તો Toyota Fortuner Faceliftમાં 2.8 લીટરનો ટર્બો ડીઝલ એન્જીન આપવામાં આવ્યું છે. જે 204bhpની પાવર અને 500Nm સુધી ટોર્ક જનરેટ કરી શકે છે.


આ સિવાય બન્ને કારની વાત કરીએ તો તેમાં એલ-આકારનો ડીઆરએલ હશે. બન્ને મોડલમાં શાર્પ-લુકિંગ પ્રોજેક્ટર હેડ લેમ્પ આપવામાં આવ્યા છે. તેમાં એલ-આકારનો ડીઆરએલ, નાનો બ્લેક-આઉટ મેશ ગ્રિલ અને અગ્રેસિવ ફ્રન્ટ બમ્પર આપવામાં આવ્યા છે.

Car loan Information:

Calculate Car Loan EMI