Dussehra 2022: દશેરાના દિવસે સાંજે શુભ મુહૂર્તમાં રાવણ દહન કરવામાં આવે છે. રાવણ દહન પછી કેટલાક સરળ ઉપાય કરવાથી જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે છે તેવું માનવામાં આવે છે.
4 ઓક્ટોબરે શારદીય નવરાત્રિ પૂર્ણ થઈ ગઇ અને 5 ઓક્ટોબરે દશેરા અથવા વિજયાદશમીનો તહેવાર છે. હિંદુ કેલેન્ડર મુજબ, દશેરા અશ્વિન મહિનાના શુક્લ પક્ષની દસમી તારીખે ઉજવવામાં આવે છે. આ દિવસે ભગવાન રામે લંકાપતિ રાવણનો વધ કર્યો હતો. આ તહેવારને અધર્મ પર ધર્મની જીતનું પ્રતિક માનવામાં આવે છે. વિજયાદશમી પર રાવણ દહન બાદ શમી વૃક્ષની પૂજાનું વિશેષ મહત્વ છે. જાણો શા માટે દશેરાના દિવસે કરવામાં આવે છે શમીના વૃક્ષની પૂજા-
દશેરા વિજય મુહૂર્ત
રાવણ દહનનો વિજય મુહૂર્ત બપોરે 02:07 PM થી 02:54 PM સુધીનો છે. જેનો સમયગાળો 00 કલાક 47 મિનિટ છે. પૂજાનો સમય બપોરે 01:20 PM થી 03:41 PM નો છે. તેની અવધિ 02 કલાક 21 મિનિટ છે.
શમી વૃક્ષની પૂજાનું મહત્વ
વિજયાદશમી કે દશેરાના દિવસે શસ્ત્ર પૂજન સાથે શમીના વૃક્ષની પૂજા કરવાનો નિયમ છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, ભગવાન શ્રી રામે રાવણ સાથે યુદ્ધ કરતા પહેલા મા દુર્ગા અને શમી વૃક્ષની પૂજા કરી હતી. પરિણામે, તેને વિજય મળ્યો. ત્યારથી દશેરા પર શમી વૃક્ષની પૂજા કરવાની પરંપરા બની ગઇ.
રાવણ દહન પછી શમીના પાન વહેંચવાના ફાયદા-
વિજયાદશમી પર શમીના વૃક્ષની પૂજા કરવાનો અને રાવણ દહન પછી તેના પાંદડા પરિવાર અને પ્રિયજનોમાં વહેંચવાનું વિધાન છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર શમીના પાનને સોના સમાન માનવામાં આવે છે.દશેરાના દિવસે શમીના ઝાડની પૂજા કરવાથી સ્વાસ્થ્ય અને સંપત્તિનો લાભ મળે છે.વિજયાદશમીના દિવસે શમીના ઝાડના પાંદડા સુખ, સમૃદ્ધિ અને વિજયના આશીર્વાદ મળેછે.
Dussehra 2022: દશેરાના દિવસે આ પક્ષીના દર્શન કરવા માનવામાં આવે છે શુભ, જાણો શું છે પૌરાણિક માન્યતા
Dussehra 2022: હિંદુ કેલેન્ડર મુજબ, દશેરાનો તહેવાર આસો સુદ દશમની તિથિના રોજ ઉજવવામાં આવે છે. તેને વિજય દશમી તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે ત્રેતાયુગમાં આ તિથિએ ભગવાન રામે લંકાના રાવણને હરાવીને અનિષ્ટ પર સારાની જીત મેળવી હતી. આ દિવસે ભગવાન રામે દસ માથાવાળા રાવણનો વધ કર્યો હતો. ત્યારથી દશેરાના દિવસે દસ માથાવાળા રાવણના પૂતળાનું દહન કરવામાં આવે છે. વિજયાદશમીને અનિષ્ટ પર સારાની જીતનું પ્રતીક માનવામાં આવે છે.
મૈસુરમાં દશેરાનો તહેવાર ખૂબ જ મોટા પ્રમાણમાં ઉજવવામાં આવે છે. અહીંનો દશેરા વિશ્વભરમાં પ્રખ્યાત છે. દશેરા સાથે જોડાયેલી ઘણી માન્યતાઓ પણ પ્રસિદ્ધ છે. આમાંથી એક દશેરાના દિવસે નીલકંઠ પક્ષી જોવાનું છે. ચાલો જાણીએ કે દશેરાના દિવસે નીલકંઠ પક્ષીનું દર્શન શા માટે શુભ માનવામાં આવે છે.
દશેરા પર નીલકંઠના દર્શન ખૂબ જ શુભ હોય છે
શાસ્ત્રોમાં દશેરાના દિવસે નીલકંઠ પક્ષીનું દર્શન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. માન્યતાઓ અનુસાર જો કોઈ વ્યક્તિ દશેરાના દિવસે નીલકંઠ પક્ષીને જુએ છે તો તે વ્યક્તિનું ઘર ધન અને અનાજથી ભરાઈ જાય છે. તે વ્યક્તિના તમામ કાર્યો સફળ થાય છે. દશેરાના દિવસે નીલકંઠ પક્ષીને જોવું એ એક શુભ શરૂઆત છે. આ પક્ષી સૌભાગ્યનું પ્રતીક છે.