Taurus Yearly Horoscope 2023: વર્ષ 2022  પૂરું થવામાં હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. આવી સ્થિતિમાં વર્ષ 2023ને લઈ દરેક રાશિના જાતકો તેમનું આગામી વર્ષ કેવું પસાર થશે તે જાણવા ઉત્સુક છે. આ એપિસોડમાં વૃષભ રાશિના જાતકોની વાત કરીશું. વૃષભ રાશિ એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ 12 રાશિઓ પૈકીની એક છે. આ રાશી દ્વિતિય રાશી ગણાય છે. જેના મૂળક્ષર બ.વ.ઉ છે. જાણો જ્યોતિષ વિશારદ, ગોલ્ડ મેડાલિસ્ટ, સારિકા મહેતા શું કહે છે.


વૃષભ રાશિના જાતકોનું કેવું રહેેશે વર્ષ 2023



  • કર્મેશ નું કર્મ ભાવ પર ગોચર , 12,4,7 પર દ્રષ્ટિ

  • ગુરુ લાભ ભાવ માં .. પછી બાર મે રાહુ સાથે યુતિ માં

  • મંગળ માર્ચ સુધી વૃષભ માં પછી મિથુન

  • કાર્ય ક્ષેત્ર માં દુર જવું પડે , વિદેશ થી લાભ

  • 12 મો ભાવ શૈયા સુખ નો જેમાં ઉણપ

  • પારિવારિક સુખો માં કમી ના સંકેત છે.

  • ઘર થી દુર કાર્ય ક્ષેત્ર થી લાભ અને સફળતા મળે

  • વિધ્યાર્થી ઓ ને યાદ શક્તિ નો અભાવ . કમ્યુનિકેશન સ્કિલ વધારવી પડે



Disclaimer: અહીં આપેલી માહિતી જ્યોતિષ દ્વારા આપવામાં આવી છે.  abp અસ્મિતા આ અંગેનો કોઈ દાવો કરતું નથી.  કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.


સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ 2023


વર્ષ 2023માં કુલ ચાર ગ્રહણ થશે, જેમાં બે સૂર્યગ્રહણ અને બે ચંદ્રગ્રહણ હશે. પહેલું સૂર્યગ્રહણ 20 એપ્રિલ 2023ના રોજ થશે અને બીજું સૂર્યગ્રહણ 14 ઓક્ટોબર 2023ના રોજ થશે, પરંતુ આ બંને ગ્રહણ ભારતમાં દેખાશે નહીં.


ચંદ્રગ્રહણ 2023


પ્રથમ ચંદ્રગ્રહણ 5 મે 2023ના રોજ થશે અને તે પછી બીજું ચંદ્રગ્રહણ 28 ઓક્ટોબર 2023 ના રોજ થશે, જે બંને ભારતમાં પણ દેખાશે.


2023માં કેતુ રહેશે પ્રભાવી


વર્ષ 2023 નો કુલ સરવાળો 7  થાય છે, જે અંકશાસ્ત્રમાં કેતુનો અંક માનવામાં આવે છે, તેથી આ વર્ષે ધર્મ-કાર્ય, પૂજા-પાઠ, વૈદ્ય, ચિકિત્સક, તબીબ, અને આ વર્ષે લોકો પર વિશેષ અસર પડશે. આ વર્ષે જાસૂસીના કારનામાઓ પણ સામે આવશે. કેટલાક જૂના રહસ્યો ખુલશે અને ચેપી રોગો વધી શકે છે.


નવું વર્ષ 2023 ઉપાયો


જો તમે વર્ષ 2023ની શરૂઆત ખૂબ જ સારી રીતે કરવા માંગો છો, તો વર્ષના પહેલા દિવસે રવિવાર હોવાથી સવારે વહેલા ઉઠો અને ઉગતા સૂર્યને અર્ઘ્ય ચઢાવો તથા સૂર્યાષ્ટકનો પાઠ કરો. ધન પ્રાપ્તિ માટે કનકધારા સ્તોત્રનો પાઠ કરો અને મા મહાલક્ષ્મીની પ્રસન્નતા માટે શ્રીસૂક્તનો પણ પાઠ કરો. સૌથી મહત્વની વાત એ છે કે સવારે વહેલા ઉઠીને પૃથ્વી માતાના ચરણ સ્પર્શ કર્યા પછી તમારા માતા અને પિતાના ચરણ સ્પર્શ કરો. આ સાથે તમારી આર્થિક સમૃદ્ધિ પણ આખા વર્ષ દરમિયાન જળવાઈ રહેશે અને તમને જીવનમાં સફળતા મળશે.