Urfi Javed New Video: ફેશન આઇકોન ઉર્ફી જાવેદ તેના વિચિત્ર ડ્રેસને લઈને અવારનવાર વિવાદોમાં ઘેરાયેલી રહે છે. ઉર્ફી જાવેદ પણ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે. તે અવારનવાર તેના ફેન્સ માટે તેના ફોટા અને વીડિયો શેર કરતી જોવા મળે છે. ત્યારે ઉર્ફી જાવેદે હવે એક નવો વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં બિગ બોસ ઓટીટી ફેમના આઉટફિટને જોઈને લોકો પણ હેરાન થઈ ગયા છે. આ વખતે ઉર્ફીએ ભોજનની પ્લેટ અને જ્યુસના ગ્લાસ પાછળ પોતાના અંગત અંગોને છુપાવવાની કોશિશ કરી છે.


ઉર્ફી જાવેદ થઈ ટોપલેસ 


ઉર્ફી જાવેદ આ વીડિયોમાં ટોપલેસ બેઠેલી જોવા મળી રહી છે. વીડિયોમાં તેણે એક હાથમાં પ્લેટ પકડી છે, જેમાં પેનકેક રાખવામાં આવી છે અને બીજા હાથમાં જ્યુસનો ગ્લાસ છે. તેની સાથે ઉર્ફીએ તેના ગળામાં સુંદર નેકલેસ પહેર્યો છે. આ વીડિયોમાં ઉર્ફી જબરદસ્ત રીતે અલગ-અલગ પોઝ આપી રહી છે. વીડિયો શેર કરતા અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું, "નાસ્તો." ઉર્ફી જાવેદના આ વીડિયો પર લોકો ઘણી કોમેન્ટ કરી રહ્યા છે અને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.






ઉર્ફી જાવેદ નવા વીડિયો માટે ટ્રોલ થઇ


ઉર્ફી જાવેદને તેના આ નવા વીડિયો માટે સોશિયલ મીડિયા પર જોરદાર ટ્રોલ કરવામાં આવી રહી છે. એક્ટ્રેસના આ વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું, "અરે યાર, આ વખતે તેણે મૂળભૂત જરૂરિયાતો, રોટલી, કપડા અને મકાન પૂરું કરી દીધું છે. હવે કપડાંનું કામ રોટલીથી જ થશે." તો બીજી તરફ એકે ઉર્ફીને પૂછ્યું કે તમને આવા વિચિત્ર વિચારો ક્યાંથી આવે છે.


જણાવી દઈએ કે ઉર્ફી જાવેદ બિગ બોસ ઓટીટીમાં જોવા મળી હતી. જો કે ઉર્ફી જાવેદને એક અઠવાડિયાની અંદર શોમાંથી કાઢી મૂકવામાં આવી હતી, પરંતુ તે બિગ બોસના ઘરમાં જેટલા દિવસો રહી હતી તેટલા દિવસો સુધી તેના આઉટફિટના લોકોએ ખૂબ પ્રશંસા કરી હતી. ઉર્ફી તેના અનોખા આઉટફિટ આઈડિયાને કારણે આજે સોશિયલ મીડિયા સેન્સેશન બની ગઈ છે.જો કે આવ વિચિત્ર પહેરવેશને પગલે કેટલાક લોકો તેને ટ્રોલ પણ કરે છે અને અનેક વાર ઉર્ફી જાવેદ પર કેસ પણ થઈ ચૂક્યા છે.