સુંદરકાંડ:મંગળવાર મહાબલી હનુમાનજીની પૂજા કરવાનું  વિધાન છે.  શક્તિ, બુદ્ધિ અને વિદ્યા આપનાર હનુમાનજીની પૂજા કરવાથી વ્યક્તિ જીવનના દરેક સંકટમાંથી મુક્તિ મેળવે છે. બધા જ દેવોમાં હનુમાનજીને આ ઘરતીના જીવિત દેવતા માનવામાં આવે છે. જે શીઘ્ર પ્રસન્ન થતાં દેવતા છે.


પૌરાણિક માન્યતા મુજબ  કલયુગમાં હનુમંત ધરતી પર વિચરણ કરે છે.મંગળવારના દિવસે સુંદરકાંડના પાઠ કરવાની પરંપરા છે. એવું પણ કહેવાય  છે કે  40 દિવસ સુધી જો વ્યક્તિ હનુમંત ચાલીસાના પાઠ કરે તો તેમના બધા જ મનોરથ પૂર્ણ થાય છે. જીવનના દરેક કષ્ટો દૂર થઇ જાય છે.


સુંદરકાંડનો પાઠ કેમ?


હનુમાનજીને પ્રસન્ન કરવા માટે વિધિવત અને યોગ્ય નિયમ સાથે સુંદરકાંડનો પાઠ કરવાથી અવશ્ય  લાભ થાય છે. આ પાઠને પૂર્ણ કરવા માટે 2થી3 કલાકનો સમય લાગે છે. પાઠ સંપૂર્ણ ધ્યાન, શ્રદ્ધાથી કરવાથી જીવનના દરેક કષ્ટો દૂર થાય છે. શનિવાર અને મંગળવારે  આ વિધાન કરવાથી ફળદાયી બને છે.


જો કોઇ શુભકાર્યનો પ્રારંભ કરવાનો હોય, જીવનનો કોઇ પરેશાની હોય, કોઇ કામ ન થતું હોય, આત્મવિશ્વાસનો અભાવ હોય અન્ય કોઇ પણ સમસ્યા હોય તો સુંદરકાંડના પાઠથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે.


સુંદરકાંડના લાભ


સુંદરકાંડથી માનસિક શક્તિ પ્રાપ્ત થાય છે. કોઇ પણ કાર્ય પૂર્ણ કરવા માટે આત્મવિશ્વાસ મળે છે. હનુમંતને શીઘ્ર પ્રસન્ન કરવાના અનેક ઉપાય છે. તેમાં એક અચૂક ઉપાય સુંદરકાંડ છે.


કેવી રીતે કરશો સુંદર કાંડનો પાઠ


સુંદરકાંડનો પાઠ કરતા મનમાં એ વિશ્વાસ રાખો કે. જે રીતે હનુમાનજીએ શ્રીરામના બધા જ કામ પરિપૂર્ણ કર્યાં હતા તે જ રીતે તે આપના જીવનના કષ્ટોને પણ હરી લેશે. સુંદરકાંડમાં 3 શ્વોક, 60 દોહા, 526 ચોપાઇ છે.સુંદર કાંડના પ્રથમ ત્રણ દોહામાં ત્રણ દોહા વિષ્ણુસ્વરૂપ શ્રીરામના ગુણોનું વર્ણન છે.સુંદર શબ્દ આ કાંડની 24 ચોપાઇમાં આવે છે.  નિયમિત નીચેની વિધિથી પાઠ કરવાથી કામનાની થાય છે પૂર્તિ. આ રીતે સાચા ભાવથી સુંદકાંડનો પાઠ કરવાથી જિંદગીમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે. તેમજ સાધકની તમામ મનોકામના પણ પૂર્ણ થાય છે.ય


સુંદરકાંડના પાઠ કરવાની વિધિ


-સવારે વહેલા ઉઠીને સ્નાન ઇત્યાદિ કાર્ય પૂર્ણ કરીને હનુમંત અને શ્રીરામજીની મૂર્તિનું અથવા છબીનું સ્થાપન કરોય


- હનુમાનજી, શ્રીરામનું પૂજન અર્ચન કરીને  સુંદરકાંડનો પાઠ કરો.


- પાઠ પૂર્ણ થયા બાદ ગોળ ચણાનો ભોગ લગાવીને આરતી ઉતારો