Ganpati Chaturthi 2024: ગણેશ ચતુર્થીનો તહેવાર ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની ચતુર્થીના દિવસે એટલે કે 7 સપ્ટેમ્બર 2024ના રોજ ઉજવવામાં આવશે. દેશભરમાં આ દિવસે શુભ મુહૂર્તમાં બાપ્પાની સ્થાપના કરવામાં આવશે. એવું માનવામાં આવે છે કે મૂર્તિની સ્થાપના કોઈ શુભ સમયે અને સૂર્યાસ્ત પહેલા કરવી જોઈએ, તેના કારણે ગૌરીના પુત્ર ગજાનનની કૃપા પરિવાર પર રહે છે.
ગણેશ ચતુર્થીથી અનંત ચતુર્દશી સુધી 10 દિવસ સુધી બાપ્પાની પૂજા અને આરતી સાધના કરવામાં આવે છે. જાણો ગણેશ ચતુર્થીના દિવસે ગણેશ સ્થાપના મુહૂર્તનો શુભ સમય, સ્થાપન વિધિ
ગણેશ ચતુર્થી શુભ મૂહૂર્ત
- ગણેશ ચતુર્થી પર બાપ્પાની સ્થાપના માટે ત્રણ શુભ મુહૂર્ત છે. ભાદોન મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિ 6 સપ્ટેમ્બરે બપોરે 03.01 વાગ્યે શરૂ થશે અને 7 સપ્ટેમ્બર 2024ના રોજ સાંજે 05.37 વાગ્યા સુધી ચાલુ રહેશે.
- ગણેશજી સ્થાપનનું મુહૂર્ત - સવારે 07.36 - સવારે 09.10
- મધ્યાહન મુહૂર્ત - 11.03 pm - 01.34 pm
- ત્રીજું શુભ મુહૂર્ત - બપોરે 01.53 - બપોરે 03.27
મૂર્તિની સ્થાપના માટે આ સૌથી શુભ સમય છે.
ગણેશ પુરાણ મુજબ, ગણપતિનો જન્મ ચતુર્થી તિથિ અને ચિત્રા નક્ષત્રના મધ્યાહ્ન સમયગાળામાં એટલે કે દિવસના ઉત્તરાર્ધમાં થયો હતો. આ શુભ સમય 7 સપ્ટેમ્બરના રોજ સવારે 11.20 વાગ્યાથી શરૂ થઈ રહ્યું છે.
ગણેશ પૂજા સામગ્રી
ભગવાન ગણેશની માટીની મૂર્તિ, કુમકુમ, હળદર, અક્ષત, સોપારી, સિંદૂર, ગુલાલ, લવિંગ, નાડ઼ાછડી,સૂતરનો દોરો, લાલ કપડું, બાજોડ,પીળું કપડું, દુર્વા, કપૂર, પંચમેવા, દીવો, ધૂપ, પંચામૃત, મોલી, ફળો, ગંગાજળ, કલશ, ફળો, નારિયેળ, ચંદન, કેળા, ફૂલની માળા, કેરીના પાન, અષ્ટગંધ વગેરે તૈયાર કરો.
ગણેશ ચતુર્થી પર સ્થાપના વિધિ પદ્ધતિ (Ganesh Chaturthi Sthapana Vidhi)
ગણેશ જીના મનપસંદ ફૂલો, ચંપા, ગુલાબ, કરેણ, ગલગોટા વગેરે ફુલોથી શૃંગાર કરો,
ભગવાન ગણેશના પ્રિય પાન - દુર્વા, ધતુરા, આંક, બેલપત્ર, શમી પત્ર, કેળા, કનેર.
ભગવાન ગણેશનો પ્રિય ખોરાક - મોદક, લાડુ, મખાનાની ખીર, કેળા, માલપુઆ, નારિયેળ
ગણેશ ચતુર્થીના દિવસે સૂર્યોદય પહેલા સ્નાન કરીને ધોયેલા કપડા પહેરો. જ્યાં મૂર્તિની સ્થાપના કરવાની હોય તે જગ્યાને સાફ કરો. દીપક પ્રગટાવવો
શુભ મુહૂર્તમાં પીળા કપડાને પાથરીને પૂજાના બાજોટ પર જમણી બાજુ કળશ રાખો. બ્રહ્માંડના દેવી-દેવતાઓ કલશમાં નિવાસ કરે છે.
હવે ભગવાન ગણેશની મૂર્તિને સ્થાપિત કરો.
મૂર્તિ પર આંબાના પાનમાંથી થોડું પાણી અને પંચામૃત છાંટવું. હવે તેમને પવિત્ર દોરો પહેરાવો. પૂજાની તમામ સામગ્રી અર્પણ કરો.
મોદક અર્પણ કરો ગણેશ ચાલીસા, ગણેશ સ્તોત્રનો પાઠ કરો અને અગરબત્તી પ્રગટાવીને આરતી કરો. તેવી જ રીતે સાંજે થાળ ધરાવો, આરતી કરો .
ગણેશજીના આ મંત્રનું કરો જાપ
ઓમ શ્રી ગણેશાય નમઃ
ગણેશજીના આ મંત્રનું કરો જાપ
ઓમ શ્રી ગણેશાય નમઃ
ઓમ ગં હેરમ્બાય નમઃ
ઓમ ગં ધરણીધરાય નમઃ
ઓમ ગં મહાગણપતયૈ નમઃ
ઓમ ગં લક્ષપ્રદાય નમઃ