Today Horoscope: પંચાગ અનુસાર આજે કારતક વદ એકમની તિથિ છે.ચંદ્ર વૃષભ રાશિમાં રહેશે. આજે શિવયોગનું નિર્માણ થઈ રહ્યું છે અને રોહિણી નક્ષત્ર છે. આજનો દિવસ તમારા માટે કેવો રહેશે જાણીએ.


મેષઃ આજે મન ઉદાસ રહી શકે છે. તેનાથી બચવા માટે મનપસંગ કામ કરો અને સકારાત્મક રહેજો. તમારાથી નાના લોકો પર કારણવગર ક્રોધ ન કરતાં.


વૃષભઃઆજના દિવસે માનસિક રીતે વધારે ભાર રહેશે. પરંતુ તમારે એક વાતનું ધ્યાન રાખવું પડશે કે પરમાત્મા તમને વધારે જવાબદારી માટે જ બનાવ્યા છે. આજે સ્વાસ્થ્ય સામાન્ય રહેશે. ઓફિસમાં સહકર્મીઓ સાથે નાની વાતમાં વિવાદ ન થયા તે ધ્યાન રાખજો.


કર્કઃ આજના દિવસે ધીરજ જ તમારી ઓળખ રહેશે. પ્રિયજનો સાથે ખટરાગ થઈ શકે છે. દિવસ શાંતિથી પસાર કરજો.


સિંહઃ આજના દિવસે ધાર્યા મુજબ કામ ન થવાથી બિલકુલ પરેશાન ન થતાં. ઓફિસની વાતને લઈ સહકર્મીઓ સાથે તાલમેલ બનાવી રાખજો. રોજગારી મુદ્દે જો કોઈ સમસ્યા હોય તો જીવનસાથી સાથે ચર્ચા કરજો.


કન્યાઃ આજના દિવસે ખુદ માટે સમય કાઢીને રિલેક્સ થજો. ખુદને અપડેટ કરવાની યોજના બનાવી રહ્યા હો તો આજથી જ શરૂઆત કરી દેજો. ભાઈ-બહેનોનું માર્ગદર્શન કરવું પડી શકે છે.


તુલાઃ આજના દિવસે સામાજિક એક્ટિવિટી પર વધારે ફોક્સ કરવું પડશે. જેટલું નેટવર્ક વધારશો તેટલો લાભ થશે. વેપાર તથા પરિવારમાં આસપાસના લોકોનો સંપૂર્ણ સહકાર મળશે.


વૃશ્ચિકઃ આજના દિવસે દિમાગનો વધારે પ્રયોગ ન કરો. પિતા સાથે મતભેદ ન થાય તેનું ધ્યાન રાખજો. પિતાની ભાવનાની કદર કરજો.


ધનઃ આજના દિવસે તમારો આત્મવિશ્વાસ જ બગડેલા કાર્યોને સફળ કરી દેશે. જીવનસાથી સાથે સમય પસાર કરવો સુખદાયી રહેશે.


મકરઃ આજના દિવસે ઈમોશન કંટ્રોલ રાખજો. બીજાની વાતોમાં આવી જતા નહીં. પરિવાર સાથે બહાર ફરવા જવાનો પ્લાન થઈ શકે છે.


કુંભઃ આજના દિવસે મૂડ વધારે સ્વિંગ થઈ શકે છે. તેથી માનસિક સ્થિતિનું ધ્યાન રાખજો. પારિવારિક વાતાવરણ પ્રફૂલ્લિત રહેશે, મહિલાઓ પર કામનો વધારે ભાર રહી શકે છે.


મીનઃ આજના દિવસે જૂનું રોકાણ લાભ આપી શકે છે. પડોશીઓ સાથે વિવાદથી બચજો, કારણકે ગ્રહોની સ્થિતિ વિવાદ કરતી ચાલી રહી છે.