Makarsankranti Rashifal 2023: ઉત્તરાયણ પછી એક શુભ યોગ બની રહ્યો છે પણ 12 રાશિમાં નાની-મોટી અસર વર્તાશે. સમાજમાં એવી ઘોર અજ્ઞાનતા પ્રવર્તે છે કે શનિની પનોતી ખરાબ ફળ આપે છે પરંતુ ખરેખર એવું નથી. શનિદેવ ન્યાયના દેવતા હોઇ જે તે વ્યક્તિના જન્મના ગ્રહો તેમજ કર્મોને આધિન ફળ આપે છે.


શનિદેવ 1 રાશીમાં 30 દિવસ રહે છે


14 તારીખે સૂર્ય મકર સૂર્ય રાશિમાં પ્રવેશ કરશે. ત્યારે મકરસંક્રાંતિ ઉજવાશે. આ વર્ષે મકર સંક્રાંતિ 15 જાન્યુઆરીના રોજ ઉજવાશે, કારણ કે સૂર્ય દેવ 14 જાન્યુઆરીના રોજ રાત્રે રાશિ પરિવર્તન કરશે, જે સાથે માંગલિક કાર્યો, વિવાહ, વાસ્તુ સહિત શુભકાર્યો. ઉત્તરાયણ પછી 17 જાન્યુઆરીના રોજ દશમ તિથી, પોષ કૃષ્ણપક્ષ સહિત વિશાખા નક્ષત્રનો ત્રિવેણી સંગમ રચાશે. ભારતની કુંડળીમાં શુભ સંકેત સાથે ફળફળાદિ-અન્નનું ઉત્પાદન વધશે.


જ્યોતિષાચાર્યના મત મુજબ આગામી તા.17મી જાન્યુઆરી 2023ના રોજ મંગળવારે બપોરે 2.33 કલાકે શનિદેવ મકર રાશીમાંથી કુંભમાં પ્રસ્થાન કરશે.. જે સાથે 12 રાશીમાં નાની-મોટી અસર વર્તાશે. સામાન્યત શનિદેવ 1 રાશીમાં 30 દિવસ રહે છે અલબત્ત, શનિદેવ વક્રી થતા કે માર્ગી થતા રાશી પરિવર્તન થાય છે. જે સાથે શનિદેવ પોતાના સ્થાનેથી ત્રીજે-સાતમા અને દશમા સ્થાને દ્રષ્ટિ કરે છે.


કઈ રાશિના જાતકોને થશે ધનલાભ ને કોની શરૂ થશે પનોતી


મેષ : મેષ રાશિના જાતકો માટે શનિનું રાશિ પરિવર્તન શુભ સાબિત થશે. માન-પ્રતિષ્ઠામાં વધારો થશે.

વૃષભ : શનિના રાશિ પરિવર્તનથી વૃષભ રાશિના જાતકોએ થોડું સાવધાન રહેવાની જરૂરત છે. અકસ્માત-ઇજાની સંભાવના છે

મિથુન : મિથુન રાશિના લોકોને પાણીથી ભય છે, માટે થોડું સાવધાન રહેવું.

કર્ક : કર્ક રાશિના જાતકોને પશુથી ભય રહેશે. બને ત્યાં સુધી પશુથી દૂર રહો.

સિંહ : સિંહ રાશિના જાતકો માટે રાશિનું રાશિ પરિવર્તન આર્થિક રીતે શુભ રહેશે. ધનની પ્રાપ્તી થઇ શકે છે.

કન્યા : કન્યા રાશિના જાતકો માટે શનિનું ગોચર શુભ સમાચાર લાવી શકે છે. માંગલિક પ્રસંગ યોજાશે.

તુલા : તુલા રાશિ માટે શનિનો કુંભમાં રાશિમાં પ્રવેશ શુભ સાબિત થઇ શકે છે. શુભાશુભ પ્રસંગો યોજાશે

વૃશ્ચિક : વૃશ્ચિક રાશિના જાતકોનું માન-સન્માન વધશે.


ધન : ધન રાશિના જાતકોને આ સમયગાળા દરમિયાન વાહનનું સુખ પ્રાપ્ત થઇ શકે છે.


કર્કમકરકુંભ અને મીન રાશીમાં નાની-મોટી પનોતી શરૂ થશે