Vastu Shanti Puja 2022: વાસ્તુ શાંતિ પૂજા ઘરની અંદર રહેલી તમામ નકારાત્મક શક્તિઓને નષ્ટ કરે છે. ચાલો જાણીએ કે ડિસેમ્બર 2022 માં વાસ્તુ શાંતિ માટે કયો શુભ યોગ બની રહ્યો છે.


દરેક વ્યક્તિ ઈચ્છે છે કે, ઘરનું ઘર હોય.  એ ઘરમાં રહેવું એ જીવનનો નવો અધ્યાય શરૂ કરવા જેવું હોય છે. હિંદુ ધર્મમાં શુભ સમયે શુભ કાર્યની શરૂઆત કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.ગૃહ પ્રવેશ માટે  શુભ સમય જોવો જરૂરી છે, જેથી નવા ઘરમાં સકારાત્મક ઉર્જા અને સુખ-સમૃદ્ધિ રહે. સાથે જ વાસ્તુ દોષની શાંતિ માટે પણ પૂજાનો શુભ સમય જોમાં આવે છે. ચાલો જાણીએ કે ઘર,  દુકાનના  પ્રવેશ અને વાસ્તુ શાંતિ માટે ડિસેમ્બર 2022 માં કયા શુભ મુહૂર્ત છે.


2 ડિસેમ્બર 2022


મુહૂર્ત - 2 ડિસેમ્બર 2022, 06:59 am - 3 ડિસેમ્બર 2022, 07:00 am


3 ડિસેમ્બર 2022


મુહૂર્ત - 3 ડિસેમ્બર 2022, 07:00 am - 4 ડિસેમ્બર 2022, 05:34 am


8 ડિસેમ્બર 2022


મુહૂર્ત - 8 ડિસેમ્બર 2022, 09:37 am - 9 ડિસેમ્બર 2022, 07:04 am


9 ડિસેમ્બર 2022


મુહૂર્ત - 07:04 am - 02:59 pm


19 ડિસેમ્બર 2022


મુહૂર્ત - 07:10 am - 10:31 am


વાસ્તુ શાંતિ પૂજા મુહૂર્ત (વાસ્તુ શાંતિ મુહૂર્ત 2022)


ઘરના વાસ્તુ દોષોને દૂર કરવા માટે તમે ડિસેમ્બરમાં આ શુભ મુહૂર્તમાં વાસ્તુ શાંતિ પૂજા કરાવી શકો છો. ઘરમાં દુઃખ, ઘરના સભ્યોને આર્થિક નુકસાન, આવનારા દિવસોમાં કોઈનું બીમાર હોવું, ઘરમાં નકારાત્મક ઊર્જાની હાજરી વાસ્તુ દોષનું કારણ બની શકે છે. એવું માનવામાં આવે છે કે વાસ્તુ શાંતિ પૂજાથી ઘરની અંદરની તમામ નકારાત્મક શક્તિઓનો નાશ થાય છે અને ફરી એકવાર ઘરમાં સુખ-શાંતિ અને દેવી લક્ષ્મીનો વાસ થાય છે.


વાસ્તુ શાંતિ પૂજાના ફાયદા


વાસ્તુ પૂજા દ્વારા નકારાત્મક ઉર્જા વહેતી હોય તેવા વિસ્તારને શુદ્ધ કરવું એ એક શક્તિશાળી ધાર્મિક વિધિ છે જે વ્યક્તિના જીવન અને આસપાસના વાતાવરણની ગુણવત્તા સુધારવામાં પણ મદદ કરી શકે છે. આ પૂજાના પ્રભાવથી કોઈ ચોક્કસ જગ્યાએથી નકારાત્મક પ્રભાવનો સંચાર સમાપ્ત થઈ જાય છે અને ત્યાં સુખનો વાસ રહે છે.


Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.