Rudraksh:રુદ્રાક્ષ એ Elaeocarpus ganitrus વૃક્ષનું બીજ છે. રુદ્રાક્ષ એક ખાસ પ્રકારનું ફળ છે જે ખાસ કરીને હિમાલયમાં જોવા મળે છે. હાલમાં તેના વૃક્ષો નેપાળ, બર્મા, થાઈલેન્ડ અને ઈન્ડોનેશિયામાં જોવા મળે છે. પરંતુ જ્યારે તમે હિમાલયમાં યોગ્ય ઊંચાઈએ જાઓ છો ત્યારે સારી ગુણવત્તાવાળા રુદ્રાક્ષ જોવા મળે છે.


રૂદ્રાક્ષના મુખ 1 થી 21 સુધી હોઈ શકે છે. આ બધાનો ઉપયોગ અલગ અલગ રીતે થાય છે. ખોટા રૂદ્રાક્ષની  પસંદગી  વ્યક્તિના જીવનમાં અશાંતિ પેદા કરી શકે છે. જ્યારે યોગ્ય રૂદ્રાક્ષની માળા વ્યક્તિના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ લાવે છે.


એકમુખી રુદ્રાક્ષ ખૂબ જ શક્તિશાળી હોય છે. તેને પહેરવું સામાન્ય રીતે  ફાયદાકારક અથવા નુકસાનકારક બંને હોઈ શકે છે. ખાસ કરીને આ રૂદ્રાક્ષ ધારણ કરતા પહેલા સારા જ્યોતિષી કે સંબંધિત વિષયના નિષ્ણાંતી સલાહ ચોક્કસ લેવી જોઇએ નહિ તો એકમુખી રુદ્રાક્ષ તમારા જીવનમાં વિક્ષેપ અશાંતિ ફેલાવી શકે થછે.


પંચમુખી રુદ્રાક્ષ સલામત છે અને તે પુરૂષો, સ્ત્રીઓ, બાળકો બધા ધારણ કરી શકે છે. તેને ધારણ કરવાથી કોઇ નુકસાન નથી થતું હંમેશા સારા  પરિણામો જ મળે છે. પંચમુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી ઘરમાં સમૃદ્ધિ, સુખ અને ખાસ કરીને સ્વાસ્થ્યનું સુખ મળે છે. હાઇ બીપી રહેતું હોય તો પણ આ રૂદ્રાક્ષને ધારણ કરવો ઉત્તમ છે. તેનાથી શરીરમાં બ્લડ પ્રેશર ઓછું થાય છે. તમારી ચેતાને શાંત કરે છે અને નર્વસ સિસ્ટમમાં એક પ્રકારની શાંતિ અને સતર્કતા લાવે છે.


14 વર્ષથી ઓછી ઉંમરના બાળકો સન્મુખી એટલે કે 6 મુખી રુદ્રાક્ષ ધારણ કરી શકે છે. ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે આ ઉતમ છે. તેનાથી  મન શાંત રહે છે અને ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ મળે છે. આપનુ ચિત એકાગ્ર બને છે.


ગૌરી શંકર રૂદ્રાક્ષ પહેરવાથી પણ ફાયદો થાય છે. આ રૂદ્રાક્ષ ખાસ કરીને ઘરમાં સંપન્નતા લાવે છે. આ રૂદ્રાક્ષ ધારણ કરવાથી ઘરમાં રિદ્ધિ સિદ્ધિનો વાસ થાય છે અને મહાલક્ષ્મીની કૃપા વરશે છે.


રૂદ્રાક્ષ ધારણ કરવાના નિયમ


જો કોઈ મહિલા ગર્ભવતી હોય તો તેણે રૂદ્રાક્ષ પહેરવાનું ટાળવું જોઈએ. જો કોઈ વ્યક્તિ રુદ્રાક્ષ ધારણ કરે છે તો તેણે માતા અને બાળકથી દૂર રહેવું જોઈએ. જો કોઈ કારણસર તમારે મા-બાળક પાસે જવું પડતું હોય તો પહેલા રૂદ્રાક્ષ ઉતારી લો.


 હિંદુ ધર્મ અનુસાર જે વ્યક્તિ માંસ ખાય છે અને ધૂમ્રપાન કરે છે તેણે રુદ્રાક્ષ પહેરવાનું ટાળવું જોઈએ. જો તમે માંસ ખાવાનું બંધ કરી શકતા નથી તો રુદ્રાક્ષ ધારણ ન કરો. એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિ માંસ ખાય છે અથવા ધૂમ્રપાન કરે છે જ્યારે તે રૂદ્રાક્ષ ધારણ કરે છે ત્યારે તે અશુદ્ધ થઈ જાય છે.


હિંદુ પુરાણોમાં ઉલ્લેખ છે કે, સૂતી વખતે રુદ્રાક્ષ ક્યારેય ન પહેરવો જોઈએ. રાત્રે સૂતા પહેલા રુદ્રાક્ષ અવશ્ય ઉતારવો. રુદ્રાક્ષ ઉતારો અને તેને તમારા ઓશિકા નીચે રાખો. કહેવાય છે કે આ ઉપાયો કરવાથી ખરાબ સપના બંધ થાય છે. તે જાણીતું છે કે આ ખરાબ સપના અથવા ઊંઘની સમસ્યાને સમાપ્ત કરે છે.


જો તમે આ ત્રણ બાબતોને ધ્યાનમાં રાખીને રુદ્રાક્ષ ધારણ કરશો તો ભોલેનાથ પ્રસન્ન થશે અને તેમના આશીર્વાદ તમારા પર રહેશે. જો તમે આ વાતોને અવગણીને રુદ્રાક્ષ ધારણ કરશો તો પરિણામ સારું નહીં આવે.કોઇ અપવિત્ર સ્થાન પર જાવ ત્યારે પણ રૂદ્રાક્ષ ઉતારી દેવો જોઇએ. તેનાથી રૂદ્રાક્ષનું માન અને પવિત્રતા જળવાઇ રહે છે