Sridevi Birth Anniversary:Google ખાસ પ્રસંગોએ ડૂડલ બનાવે છે. ગૂગલ પર વિશ્વના પ્રખ્યાત લોકોના ડૂડલ પણ જોવા મળે છે. આજે પણ કંઈક આવું જ જોવા મળી રહ્યું છે. બોલિવૂડની દિવંગત અભિનેત્રી શ્રીદેવીને ગૂગલે યાદ કરી છે. આવી સ્થિતિમાં, લોકો જાણવા માંગે છે કે એવું શું છે કે ગૂગલ દિવંગત અભિનેત્રી શ્રીદેવીને યાદ કરી રહ્યું છે? તો આપને જણાવી દઇએ કે, દુનિયાને અલવિદા કહી ચૂકેલી અભિનેત્રીનો આજે જન્મદિવસ છે.

Continues below advertisement


ગૂગલના જણાવ્યા અનુસાર, આજનું ડૂડલ ભારતીય અભિનેત્રી શ્રીદેવીના જન્મદિવસને સમર્પિત  છે. શ્રીદેવીને બોલિવૂડની સૌથી પ્રભાવશાળી અભિનેત્રીઓમાંની એક માનવામાં આવે છે. આ જ કારણ છે કે ગૂગલ પણ શ્રીદેવીને તેના જન્મદિવસના ખાસ અવસર પર યાદ કરી રહ્યું છે. ગૂગલે એક અદભૂત ડૂડલ બનાવ્યું છે. આમાં તે ફિલ્મ 'ચાંદની'ના અવતારમાં ડાન્સ પોઝ આપતી જોવા મળે છે. આ સાથે આ ડૂડલમાં ફિલ્મ 'નાગિન' સિવાય અન્ય ઘણી ફિલ્મોનો  પણ તેનો લુક બતાવવામાં આવ્યો છે. અભિનેત્રી ભલે દુનિયામાં નથી, પરંતુ તે તેના ચાહકોની સ્મૃતિમાં  આજે પણ જીવંત  છે. તેની શાનદાર ફિલ્મોએ તેને દરેક ચાહકોની યાદોમાં તે હજું પણ જીવંત જ છે.


પતિ અને પુત્રીઓએ કરી યાદ


શ્રીદેવીના જન્મદિવસના અવસર પર તેના પરિવારના સભ્યોએ પણ તેને યાદ કરી રહ્યાં છે.  પતિ બોની કપૂરે પણ પોતાની સાથેની શ્રીદેવીની  તસવીરો પોસ્ટ કરી છે. આ તસવીરમાં બંને ખૂબ જ ખુશ દેખાઈ રહ્યાં છે. આ ફોટો પોસ્ટ કરતા બોની કપૂરે લખ્યું, 'હેપ્પી બર્થ ડે'. આ સુંદર તસવીર શ્રીદેવીની મોટી દીકરી જાહ્નવી કપૂરે પણ તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કરી છે.  નાની પુત્રી ખુશીએ પણ એક તસવીર પોસ્ટ કરતા લખ્યું, 'હેપ્પી બર્થ ડે મા.'



Sridevi Birth Anniversary: જન્મદિવસ પર માને યાદ કરતા જાન્હવીએ તસવીર કરી પોસ્ટ, લખ્યું...


બોલિવૂડમાં એવા ઘણા સ્ટાર્સ છે, જેમને સાઉથમાં સફળતા ન મળી અને એક પછી એક રિજેક્શનનો સામનો કરવો પડ્યો પરંતુ તેમ છતાં હિંમત ન હાર્યા અને બોલિવૂડ તરફ વળ્યા. પરંતુ કેટલાક એવા સ્ટાર્સ છે જેમણે ન માત્ર સાઉથમાં એક પછી એક હિટ ફિલ્મો આપી પરંતુ બોલિવૂડની ફિલ્મોમાં પણ વિક્રમ  સર્જતા રહ્યા. હેમા માલિની, રેખા, શ્રીદેવી અને જયાપ્રદા જેવા ઘણા પ્રખ્યાત સ્ટાર્સ છે, જેઓ સાઉથની ફિલ્મો કર્યા પછી બોલિવૂડ તરફ વળ્યા. આજે વાત કરીએ હવા હવાઇ ગર્લનો જેણે લૂક અને અભિનય કલાથી બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં એક આગવી ઓળખ બનાવી હતી.