Ganesh Visarjan 2024:હાલ દેશભરમાં  ગણેશ ચતુર્થીનું પર્વ ધૂમધામથી મનાવાય રહ્યું છે. ગણેશ ચતુર્થીથી માંડીને  આગામી 10 દિવસ સુધી ગણેશ ઉત્સવ ઉજવાશે. 10 દિવસ સુધી ચાલતો આ તહેવાર અનંત ચતુર્દશીના દિવસે સમાપ્ત થશે. તો બાપ્પાને કેવી રીતે વિદાય આપવી વિસર્જના નિયમો જાણીએ


અનંત ચતુર્દશીના દિવસે, ભક્તો બાપ્પાને ખૂબ જ ધામધૂમથી વિદાય આપે છે અને આવતા વર્ષે વહેલા પાછા ફરવાનું નિમંત્રણ આપે છે. આ સાથે જ ગણેશજીની મૂર્તિને પાણીમાં વિસર્જિત કરવામાં આવે છે.


અનંત ચતુર્દશી ક્યારે છે?


વૈદિક કેલેન્ડર અનુસાર, આ વર્ષે ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની ચતુર્દશી તિથિ 16 સપ્ટેમ્બર, સોમવારના રોજ બપોરે 3:10 વાગ્યે શરૂ થશે. આ તારીખ 17 સપ્ટેમ્બર , મંગળવારે રાત્રે 11:44 કલાકે સમાપ્ત થશે. આવી સ્થિતિમાં 17 સપ્ટેમ્બરે ઉદયતિથિના આધારે અનંત ચતુર્દશીની ઉજવણી કરવામાં આવશે.


ગણપતિનું વિસર્જન કેવી રીતે કરવું


ગણપતિ બાપ્પાને વિદાય આપવા માટે, વ્યક્તિએ પહેલા સ્નાન અને ધ્યાન કરવું જોઈએ અને શરીર અને મનથી શુદ્ધ થવું જોઈએ અને પછી સ્વચ્છ વસ્ત્રો પહેરીને, જ્યાં બાપ્પા બેઠા છે તે સ્થાનને સાફ અને શુદ્ધ કરવું જોઈએ. આ પછી ગણપતિને ગંગાજળથી સ્નાન કરાવો અને ત્યારબાદ તેમને તિલક, ફૂલ, ફળ, મોદક, દુર્વા વગેરે ચઢાવો. આ પછી, ગણપતિ બાપ્પા સામે દીવો પ્રગટાવો અને તેમની આરતી કરો, પૂજામાં થયેલી ભૂલ માટે માફી માગો અને તમારા જીવનમાં શુભતા આવે  માટે  પ્રાર્થના કરો,  બાદ વિસર્જિત કરો. જો કે ગણેશજીને ક્યારેય વિસર્જનનો મંત્ર બોલીને વિદાય ન આપો પરંતુ હંમેશા રિદ્ધિ સિદ્ધિ સાથે ઘરમાં વસે તેમની કામના સાથે મૂર્તિને વિસર્જિત કરો. જ્યારે પણ સ્થાપના કરો ત્યારે પૂજામાં રહેતી કાયમી ગણેશની મૂર્તિને પણ સ્થાપિત કરો અને વિસર્જન સમયે આ મૂર્તિને ઘરના કાયમી પૂજા સ્થાન પર મૂકીને જ બાપ્પાની અન્ય માટીની મૂર્તિને વિસર્જિત કરો. બાપ્પાની મૂર્તિને  વિસર્જિત કરતી સમયે વિસર્જનનો મંત્ર બોલીને તેને વિદાય અપાય તો તે શુભ નથી મનાતું.


ગણેશ વિસર્જનના નિયમો



  • ગણેશ બાપ્પાની મૂર્તિને વિસર્જન મંત્ર બોલીને ક્યારે વિદાય ન આપો

  • હંમેશા શુભ મુહૂર્ત જ વિસર્જન કરવું જોઇએ

  • પૂજા દરમિયાન ગણપતિને ચઢાવવામાં આવતી સામગ્રીને તેની સાથે વિસર્જિત કરો.

  • જો તમે ભગવાન ગણેશને નારિયેળ અર્પણ કર્યું છે, તો તેને ન તોડો અને તેની સાથે તેનું વિસર્જન કરો.

  • ભગવાન ગણેશની મૂર્તિને પૂર્ણ ભક્તિ સાથે પાણી વિસર્જિત કરો

  • આ દિવસે ખૂબ જ ધામધૂમથી બાપ્પાને વિદાય આપો, અને આવતા વર્ષે આવવા વિનંતી પણ કરો.

  • હિંદુ માન્યતા અનુસાર ગણપતિનું વિસર્જન હંમેશા શુભ સમયે જ કરવું જોઈએ.

  • ગણેશ વિસર્જનના દિવસે કાળા કપડા ન પહેરવા.

  • ગણપતિની પૂજામાં ચઢાવવામાં આવતી તમામ પૂજા સામગ્રીને ગણપતિની સાથે જ પાણીમાં વિસર્જિત કરી દો.

  • જો તમે ગણપતિને નારિયેળ અર્પણ કર્યું હોય તો તેને ક્યારેય તોડશો નહીં પરંતુ આખું નારિયેળ પાણીમાં વિસર્જિત કરો

  • ગણપતિની મૂર્તિને કોઈપણ નદીમાં  વિસર્જિત ન કરતા ઘરમાં જ કન્ટેનરમાંપાણી નાખીને  સન્માનપૂર્વક વિસર્જિત કરો.  

  • ગણપતિની મૂર્તિનું વિસર્જન કરતી વખતે ઊંડા પાણીમાં ન જવું.

  • ગણપતિની મૂર્તિને એવી જગ્યાએ વિસર્જિત કરો જ્યાં વિસર્જન કર્યા પછી કોઈના પગ તેને સ્પર્શે નહીં.

  • જો તમારી મૂર્તિ નાની છે, તો તેને તમારા ઘરના ટબમાં વિસર્જિત કર્યા પછી, તમે તેના પાણી અને માટીને વાસણમાં અથવા બગીચામાં  છોડના ક્યારામા પધરાવી દો.