Navratri 2023:આ વર્ષે 15મી ઓક્ટોબરથી શારદીય નવરાત્રિ શરૂ થઈ રહી છે. ભક્તો નવ દિવસ સુધી માતાના નવ  સ્વરૂપોની પૂજા કરે છે. દેશભરમાં નવરાત્રીની ઉજવણી કરવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન ઘણી જગ્યાએ ગરબા અને રામલીલાનું પણ આયોજન કરવામાં આવે છે. નવરાત્રી વર્ષમાં આમ તો વર્ષમાં 4 આવે છે પરંતુ ચૈત્રી અને શારદીય નવરાત્રિ વિશેષ છે. આ  બે નવરાત્રી  ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે, એક ચૈત્ર નવરાત્રી અને બીજી શારદીય નવરાત્રી. ચૈત્ર નવરાત્રિ ચૈત્ર માસના શુક્લ પક્ષમાં ઉજવવામાં આવે છે. તે જ સમયે, શારદીય નવરાત્રિ અશ્વિન મહિનાની શુક્લ પક્ષની પ્રતિપદાથી શરૂ થાય છે. પરંતુ, શું તમે જાણો છો કે તે વર્ષમાં બે વાર શા માટે ઉજવવામાં આવે છે? આ પાછળનું કારણ શું છે, ચાલો જાણીએ વિગતવાર


બંને નવરાત્રિનું કેમ છે વિશેષ મહત્વ


બંને નવરાત્રિ ઋતુઓના સંક્રમણ સમયગાળા દરમિયાન આવે છે. આ તે સમય છે જ્યારે આપણે બીમાર પડીએ છીએ. તેથી, આપણા ઋષિમુનિઓએ ધાર્મિક વિધિઓ સાથે 9 દિવસના વ્રત રાખવાની જોગવાઈ કરી છે. કહેવાય છે કે નવ દિવસ સુધી ફળ ખાવાથી વ્રત કરવામાં આવે તો શરીરમાંથી રોગો અને વિકારો દૂર થાય છે. એટલું જ નહીં, શરીર આગામી 6 મહિના સુધી રોગો સામે લડવા માટે પણ તૈયાર થઈ જાય છે. આ ઉપરાંત ધાર્મિક વિધિઓથી આધ્યાત્મિક શુદ્ધિ પણ થાય છે.


ચૈત્રી અને શારદિય નવરાત્રિમાં શું છે અંતર



  •  શારદીય નવરાત્રિને શક્તિની ઉપાસનાનું પ્રતીક માનવામાં આવે છે, જ્યારે ચૈત્ર નવરાત્રિ સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે પ્રસિદ્ધ છે.

  • શારદીય નવરાત્રી મહિષાસુરના વધ અને રામ દ્વારા રાવણના વધ સાથે સંબંધિત છે. તો બીજી તરફ  ચૈત્ર નવરાત્રિ દરમિયાન દેવીની પૂજા કરવામાં આવે છે.

  • શારદીય નવરાત્રીના દશમીના દિવસે રાવણનું દહન કરીને દશેરાની ઉજવણી કરવામાં આવે છે.  ચૈત્ર નવરાત્રીની નવમીના રોજ રામજીનો જન્મદિવસ હોવાથી રામ નવમી તરીકે ઉજવવામાં આવે છે.

  • શારદીય નવરાત્રી ઉનાળા અને વરસાદની ઋતુ પછી શિયાળાની શરૂઆત કરે છે. તો ચૈત્ર નવરાત્રી શિયાળા પછી ઉનાળો લઈને આવે છે.

  • ચૈત્ર નવરાત્રિ સાધના અને ઉપસના માટે છે આ નવરાત્રિમાં અનુષ્ઠાન અને જપ તપ કરવામા આવે છે તો શારદિય નવરાત્રિને નવ દિવસ જપ તપ સાથે માની ગરબા અને રાસથી પણ આરાધના કરવામાં આવે છે.