Nag Panchmai 2023:નાગદેવતાને પારંપરિક દેવતા ગણવામાં આવે છે માન્યતા અનુસાર નાગદેવતા કલયુગમાં ફળ આપતા દેવ છે અને તેમની પૂજા અવશ્ય ફળદાયી રહે  છે ગુજરાતના પણ અનેક મંદિરોમાં નાગદેવતાની પૂજા થાય છે, ઘેર ઘેર લોકો પણ કુમકુમથી  નાગ બનાવી તેમનું પુજન અર્ચન કરે છે તેમને કુલેરનો ભોગ ધરાવે છે અને શ્રીફળ વધેરે છે, ઘણા ભક્તો દુધ  પણ ધરાવે છે અને  પોતાનું અને પોતાના કુળની રક્ષા થાય તેવી પ્રાર્થના કરે છે.  


એવું પણ માનવામાં આવે છે કે, જે લોકોને નાગ સાપ કે કોઈ ઝેરી જીવજંતુઓનો ભય  હોય તેવા લોકો જો નાગ પાંચમીના દિવસે નાગદેવતાની શોડષોપચારે  પૂજા કરે છે તો નાગદેવતા તેમને રક્ષણના આશિષ આપી છે. માન્યતા છે કે, જે કુળમાં નાગદેવતા પૂજાય છે. તે કૂળમાં નાગ સહિતના કોઇ ઝેરી જીવજંતુના કરડવાથી અકાળે મોત થતું નથી. નાગદેવતા તે કૂળનું હંમેશા રક્ષણ કરે છે.                                                      


જે લોકોને વારંવાર નાગ સપનામાં આવે છે તેમણે નાગ પંચમીના દિવસે આસ્તિક ઋષિનું નામ લઈને નાગદેવતાની પૂજા કરવી જોઇએ અથવા તો મહાદેવને દૂધ અર્પણ કરીને પૂજન કરવું જોઇએ. આ સાથે પ્રાર્થના કરવી કે, જે રીતે આસ્તિક ઋષિએ તમારી રક્ષા કરી આપ અમારું રક્ષણ કરજો.                                        


મહાભારતની કથા અનુસાર  રાજા જન્મેજયે  સર્પ યજ્ઞ કરી નાગોની આહુતિ આપી હતી ત્યારે આ સર્પ યજ્ઞ  આસ્તિક ઋષિએ બંધ કરાવ્યો હતો અને નાગોની રક્ષા  કરી હતી ત્યારે નાગ દેવતા આસ્તિક ઋષિ પર પ્રસન્ન થયા હતા અને તેમને વચન આપ્યું હતું કે, જે  કોઈ આપનું  નામ લઈને નાગપંચમીએ પૂજા કરશે પ્રાર્થના કરશે તેમનું હંમેશા રક્ષણ થશે. તેમને ક્યારેય પણ નુકસાન નહીં પહોંચાડીએ. મહાભારતમાં આ પ્રસંગનો ઉલ્લેખ છે. આ પ્રસંગો પણ નાગપંચમીમાં નાગદેવતાની પૂજાની પ્રેરણા આપે છે.


લેખક- જ્યોતિષી, ઘર્મવિદ, ચેતન પટેલ