Surat: ડાયમંડનગરી સુરતના સરથાણામાં શ્યામધામ મંદિર પાસે આંગડિયામાં એક કરોડથી વધુના ડાયમંડ પાર્સલની લૂંટથી ચકચાર મચી ગઈ હતી. ગુજરાત આંગડિયા પેઢીમાં ઇકો કારમાં આવેલા 4 અજાણ્યા શખ્સો લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. લૂંટારા જે દિશામાં ભાગ્યા તે  દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે.  

ગુજરાત આંગડિયા પેઢીમાં  બંદૂક અને ધારિયા સાથે ધસી આવેલા 4 થી 5 લૂંટારુઓ લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા.  તેમણે રિવોલ્વર બતાવીને કરી લૂંટ કરી હતી. સરથાણા પોલીસ અને પીસીબી, ડીસીબીનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો છે અને તપાસ હાથ ધરી છે.


વલસાડ એલસીબીએ લૂંટારુઓને ઝડપ્યા


વલસાડ LCB એ લૂંટારૂઓને ઝડપી પાડ્યા હતા. નવસારી વલસાડ હાઇવે પરથી લૂંટારુઓ ઝડપાયા હતા. તેમની પાસેથી હીરાનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.




 થોડા સમય પહેલા અમદાવાદના ટ્રાફિકથી ધમધમતા સી.જી. રોડ પર 50 લાખની ચીલઝડપની ઘટના બની  હતી. જેમાં આર. અશોક આંગડિયા પેઢીનો કર્મચારી સાંજે સાડા ચાર કલાકે એક્ટિવા પર રૂપિયા ભરેલો થેલો લઈ જતો હતો. ત્યારે બાઈક પર હેલમેટ પહેરી આવેલા બે શખ્સો ઝપાઝપી કરી રૂપિયા ભરેલો થેલો ઝૂંટવીને ફરાર થઈ ગયા હતા.  આંગડિયા પેઢીનો કર્મચારી આલિશ આંગડિયા પેઢીથી એક કરોડ લઈને નીકળ્યો હતો. એક બ્રાંચ પર 50 લાખ રૂપિયા આપીને સી.જી.રોડ સ્થિત બીજી ઓફિસે જતો હતો. ત્યારે લાલ બંગલા નજીક ચીલઝડપની ઘટના બની..જેની જાણ થતા જ પોલીસે કર્મચારીની કોલ ડિટેઈલ અને આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની શોધખોળ હાથ ધરી હતી. આર.અશોક આંગડિયા પેઢીના કર્મચારી વીરેન્દ્ર દવેએ કરેલી ફરિયાદ બાદ નવરંગપુરા પોલીસ અને ક્રાઈમ બ્રાંચની ટીમ પણ તપાસમાં જોડાઈ હતી.


રાજયમાં બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળેલી આંગડિયા પેઢીઓ રોજના કરોડો રૂપિયાની હેરાફેરી કરી રહી છે. તેમ છતાં સરકાર અને તંત્રની તેના પર કોઈ લગામ નથી.  ગુજરાતમાં અંદાજે 500 થી પણ વધારે આંગડિયા પેઢીઓ ધમધમી રહી છે. સામાન્ય રીતે એક આંગડિયા પેઢીમાંથી રોજના એક કરોડ રૂપિયાના હવાલો પડે તો 500 આંગડિયા પેઢીઓમાં 500 કરોડના હવાલા પડી રહ્યાં છે. આમાંની કેટલીક આંગડિયા પેઢીમાં તો રોજના 10 કરોડથી માંડીને 50 કરોડ સુધીના હવાલા પડતા હોય છે.  એક લાખ રૂપિયાના 100 રૂપિયા પ્રમાણે આંગડિયા પેઢીના સંચાલકો ચાર્જીસ વસૂલતા હોય છે.


આ પણ વાંચોઃ


 Post Office Scheme: પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં 10 વર્ષથી મોટા બાળકનું ખોલાવો એકાઉન્ટ, દર મહિને મળશે આટલી રકમ


કેશ ઉપાડવા સિવાય ATM થી થઈ શકે છે આ જરૂરી કામ, બેંકમાં જવાનો ધક્કો પણ નહીં પડે