2022 New Lexus NX hybrid SUV Launched: Lexus એ ભારતમાં નવી પેઢીની NX SUV લોન્ચ કરી છે. જે આ લક્ઝરી એસયુવીની બીજી પેઢી છે અને ભારતમાં લેક્સસ રેન્જમાં જોડાય છે. નવી NX મોટી સ્પિન્ડલ ગ્રિલ અને નવા હેડલેમ્પ્સને કારણે આગળના ભાગમાં વધુ શાર્પ દેખાવ સાથે SUVની ડિઝાઇનમાં ફેરફાર છે. સાઇડ પ્રોફાઇલ હવે વધુ સ્પોર્ટી છે જ્યારે મોટા 20 ઇંચના વ્હીલ્સ દેખાવમાં ઉમેરો કરે છે. ટેપરિંગ રૂફલાઇન અને ટેલ-લેમ્પ્સને જોડતી લાઇટ બાર સાથે પાછળની સ્ટાઇલ પણ નવી છે. 14 ઇંચના વિશાળ ટચસ્ક્રીન ડિસ્પ્લે અને નવા ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર સાથેનું ઇન્ટિરિયર એકદમ નવું છે. ઈન્ટિરિયરની આખી ડિઝાઈન બદલાઈ ગઈ છે.
કેવા છે ફીચર્સ
નવા NXને એલાર્મ સાથે પ્રી કોલિઝન સિસ્ટમ (PCS), ડાયનેમિક રડાર ક્રૂઝ કંટ્રોલ-ઓલ સ્પીડ, લેન ડિપાર્ચર એલર્ટ અને લેન ટ્રેસિંગ આસિસ્ટ, ઓટો હાઈ બીમ અને હેડલેમ્પ્સમાં એડપ્ટિવ હાઈ બીમ સિસ્ટમ જેવી નવીનતમ સુરક્ષા સુવિધાઓ પણ મળે છે. ઉપરાંત બ્લાઈન્ડ સ્પોટ મોનિટર, રીઅર ક્રોસ ટ્રાફિક એલર્ટ (RCTA) અને રીઅર કેમેરા ડિટેક્શન (RCD) પણ ઉપલબ્ધ છે.
લક્ઝરી ફીચર્સમાં HUD, પેનોરેમિક સનરૂફ, એમ્બિયન્ટ લાઇટિંગ, ઇલેક્ટ્રિક સીટ્સ, ફ્રન્ટ/રિયર પાર્કિંગ સેન્સર અને વધુનો સમાવેશ થાય છે. ભારતમાં NX350h હાઇબ્રિડ વેરિઅન્ટ સાથે નવા NXનું વેચાણ ચાલુ છે. 2.5-લિટર ઇનલાઇન 4-સિલિન્ડર એન્જિન ઇલેક્ટ્રિક મોટર્સ સાથે જોડાયેલું છે. SUV સાથે eCVT ઓટોમેટિક ગિયરબોક્સ પ્રમાણભૂત છે. આ સેગમેન્ટમાં NX એ એકમાત્ર મજબૂત હાઇબ્રિડ વિકલ્પ છે.
નવું NX 350h 3 વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે: જે તમામની એક્સ શો રૂમ કિંમત નીચે મુજબ છે.
- NX 350h Exquisite - રૂ. 64,90,000/-
- NX 350h Luxury - રૂ. 69,50,000/-
- NX 350h F-Sport- રૂ. 71,60,000/-
Car loan Information:
Calculate Car Loan EMI