Top Five Selling Cars: જેમ જેમ દિવાળી નજીક આવી રહી છે તેમ તેમ ઓટોમોબાઈલ સેક્ટરમાં હલચલ વધી રહી છે. લોકો ઝડપથી કારની ખરીદી અને બુકિંગમાં વ્યસ્ત છે. અહીં અમે તમને એવી પાંચ કાર વિશે જણાવી રહ્યા છીએ જે વેચાણમાં સતત પ્રભુત્વ જમાવી રહી છે.


મારુતિ સુઝુકી બલેનો


મારુતિ સુઝુકી બલેનોએ ઓગસ્ટ મહિનામાં વેચાણના તમામ રેકોર્ડ તોડી નાખ્યા અને પોતાનો દબદબો સ્થાપિત કર્યો. ઓગસ્ટ મહિનામાં, કંપનીએ બલેનોની 18,414 કારનું વેચાણ કરીને ટોપ સેલિંગ કાર્સની યાદીમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. મારુતિ બલેનોની કિંમત રૂ. 6.49 લાખ C થી શરૂ થાય છે અને રૂ. 9.71 લાખ (એક્સ-શોરૂમ) સુધી જાય છે.


મારુતિ સુઝુકી વેગનઆર


મારુતિ સુઝુકી વેગનઆર ઓગસ્ટ પહેલા 4 મહિના સુધી વેચાણમાં નંબર વન પર હતી, ઓગસ્ટમાં આ સ્થાન બલેનોએ લીધું હતું. ઓગસ્ટમાં મારુતિ વેગનઆરએ 18,398 કાર વેચી હતી. મારુતિ વેગનઆરની કિંમત રૂ. 544,500 લાખથી શરૂ થાય છે અને રૂ. 7,20,000 લાખ (એક્સ-શોરૂમ) સુધી જાય છે.


મારુતિ સુઝુકી વિટારા બ્રિઝા


તહેવારોની સિઝનમાં મારુતિ સુઝુકી વિટારા બ્રિઝા વેચાણની દ્રષ્ટિએ ત્રીજા નંબરે છે. ઓગસ્ટ મહિનામાં કંપનીએ વિટારા બ્રિઝાના 15,193 યુનિટ્સનું વેચાણ કર્યું હતું. મારુતિ સુઝુકી વિટારા બ્રિઝાની કિંમત 7,99 લાખ રૂપિયાથી શરૂ થઈને 13.96 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) છે.


ટાટા નેક્સન


Tata Nexon કારની વાત કરીએ તો ઓગસ્ટ મહિનામાં તે 15,085 યુનિટના વેચાણ સાથે સૌથી વધુ વેચાણની યાદીમાં ચોથા નંબરે હતી. Nexonની કિંમતની વાત કરીએ તો આ કારની કિંમત 7,59,900 લાખ રૂપિયાથી શરૂ થાય છે અને 13,94,900 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) સુધી જાય છે.


મારુતિ સુઝુકી અલ્ટો


ઓગસ્ટ મહિનાના વેચાણમાં મારુતિ સુઝુકી અલ્ટો નંબર પાંચ કાર છે. જેણે ઓગસ્ટ મહિનામાં 14,388 કારનું વેચાણ કર્યું હતું. અલ્ટોની કિંમત 3.39 લાખ રૂપિયાથી શરૂ થઈને 5.03 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) છે.


ભારતમાં શું છે કોરોનાની સ્થિતિ


દેશમાં કોરોનાના નવા કેસોની સંખ્યામાં ઘટાડો  થયો છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 5 હજાર 221  નવા કેસ નોંધાયા છે અને 15 સંક્રમિતોના મોત થયા છે.  સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા નવા આંકડા બાદ હવે દેશમાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 47 હજાર 176 થઈ છે. કુલ 4 કરોડ 45 લાખ 580 લોકો કોરોના મુક્ત થયા છે. મૃત્યુના કુલ આંકડા પર નજર કરીએ તો આ આંકડો 5 લાખ 28 હજાર 165 પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં કુલ 215 કરોડ 26 લાખ 13 હજાર 049 રસીના ડોઝ આપવામાં આવ્યા છે.


Car loan Information:

Calculate Car Loan EMI