નવી દિલ્હી: વિશ્વની અગ્રણી લક્ઝરી કાર ઉત્પાદક ઓડી (AUDI) ટૂંક સમયમાં ભારતમાં તેની S5 sportback કાર લોન્ચ કરવા જઈ રહી છે. કંપનીએ આ કારનું ટીઝર પણ બહાર પાડ્યું છે. AUDI અગાઉ આ કાર ગયા વર્ષે ડિસેમ્બરમાં લોન્ચ કરવાની યોજના બનાવી રહી હતી. તેણે તેની વેબસાઇટ પર કેટલાક સમય માટે તેને લિસ્ટ પણ કરી હતી. હવે એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે કે તે જ મહિનામાં એટલે કે માર્ચમાં તે ભારતીય બજારમાં રજૂ કરવામાં આવશે.




AUDIએ તેના સોશિયલ મીડિયા પર ટીઝર રજૂ કર્યું

ઓડીની S5 sportback ફ્રન્ટથી તેના સિગ્નેચર એલીમેન્ટ્સ સાથે આવે છે. તાજેતરમાં કંપનીએ સત્તાવાર સોશિયલ મીડિયા પર તેનું ટીઝર બહાર પાડ્યું છે, જેમાં આગળના ભાગમાં સિંગલ ફ્રેમ હેકસાગોનલ ગ્રીલ હની કમ્બની સાથે દેખાઈ રહી છે. આ સિવાય સ્લિમ મેટ્રિક્સ એલઇડી લાઇટ વાળા એલઇડી હેડલેમ્પ્સ જોવા મળે છે. બમ્પર્સ પર કારની નીચે ફોગ લેમ્પ માટે કાળા રંગની જગ્યા દેખાય છે. આ સિવાય કારના સાઇડ પોઝમાં તેના આગળના બમ્પર ગ્રિલ પર એસ 5 નું બેજિંગ પણ આપવામાં આવ્યું છે.

ઓડી એસ 5 સ્પોર્ટબેકને ડેશબોર્ડ અને ડોર પેડ્સ પર સિલ્વર પેનલ્સ સાથે ક્લિયર લેઆઉટ મળે છે. સેન્ટર સ્ટેજ એમએમઆઈ ઇન્ટરફેસ અને ઓડી કનેક્ટ સિસ્ટમ સાથે 10.1 ટચસ્ક્રીન સિસ્ટમ પણ આપવામાં આવી છે. આ ઉચ્ચ પ્રદર્શનવાળા કુપે સેડાનમાં 12.3 ઇંચની ઓડી વર્ચ્યુઅલ કોકપિટ સ્ક્રીન, 3ડી મેપ્સ, બેંગ અને ઓલુફસેન સાઉન્ડ સિસ્ટમ, સ્પોર્ટ્સ બેઠકો, ફ્લેટ-બોટમ સ્ટીઅરિંગ વ્હીલ, મેમરી ફંક્શન, પેડલ બીઅર્સ અને એક સાથે ઇલેક્ટ્રિક-એડજસ્ટેબલ ફ્રન્ટ સીટની સુવિધા ઉપરાંત 12.3 ઇંચની ઓડી વર્ચ્યુલ કોકપીટ સ્કિન પણ મળે છે. આ સિવાય આ કાર ઓડી પ્રી સેન્સ સિસ્ટમ, પાર્ક આસિસ્ટ, ટ્રાફિક જામ કંટ્રોલ તેમજ 360 - ડીગ્રી કેમેરા એન્ગલ વ્યૂ જેવી સુવિધાઓથી પણ સજ્જ છે.

ખૂબ જ મજબૂત છે S5 sportback એન્જિન

ઓડી S5 sportback 3.0-લિટર ટી.એફ.એસ.આઇ. પેટ્રોલ એન્જિનથી ચાલશે. આ કાર 349 બીએચપી અને 500 એનએમનો પીક ટોર્ક જનરેટ કરવાની શક્તિ છે. સેડાન 8-સ્પીડ ટિપટ્રોનિક ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે આવશે અને શૂન્યથી 100 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે માત્ર 4.5 સેકંડમાં વેગ આપી શકે છે. આ કાર કલાકના 250 કિલોમીટરની મહત્તમ ગતિ સુધી જઈ શકે છે. તેની અંદાજીત એક્સ શોરૂમ કિંમત 80 લાખથી 85 લાખ રૂપિયા હોઈ શકે છે.

Car loan Information:

Calculate Car Loan EMI