એક તરફ કોલકાતામાં આજે પ્રધાનમંત્રી મોદીએ બ્રિગેડ મેદાનમાં મોટી રેલી કરી મમતા બેનર્જી પર નિશાન સાધ્યું, તો બીજી તરફ પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનરજીએ રાંધણગેસના ભાવવધારાની વિરુદ્ધમાં પદયાત્રા કાઢી હતી. મમતા બેનર્જીએ રાંધણ ગેસના ભાવવધારાની સામે દેખાવ કર્યા હતા. હજારો ટેકેદારો સાથે દાર્જિલિંગથી દેખાવ કૂચ શરુ કરી હતી. થોડા સમયમાં રાંધણગેસ સામાન્ય લોકોની પહોંચથી થશે દુર થશે તેવો દાવો મમતા બેનર્જીએ કર્યો હતો.

પદયાત્રામાં ઘણા સમર્થકો એલપીજી સિલિન્ડરના લાલ રંગના કાર્ડબોર્ડ સાથે જોવા મળ્યા હતા. TMCના હજારો કાર્યકરો તથા મમતા સરકારના મંત્રી ચંદ્રીમા ભટાચાર્ય અને સાંસદ મિમિ ચક્રવર્તી અને નુસરત જહાન હાજર રહ્યાં હતા. થોડા સમયમાં રાંધણગેસના ભાવ સામાન્ય લોકોની પહોંચમાંથી દૂર રહેશે તેવો દાવો કરતા મમતાએ કહ્યું કે અમારો અવાજ બુલંદ બનાવવા માટે મોટાપાયે વિરોધ-પ્રદર્શનનું આયોજન કરવામાં આવશે. ભટ્ટાચાર્યે જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે એક રેલીનું આયોજન કરવામાં આવશે અને મહિલાઓએ પણ તેને ટેકો આપ્યો છે.



પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ જણાવ્યું કે પરિવર્તન બંગાળમાં નહીં પરંતુ દિલ્હીમાં થશે. મોદી કહે છે કે બંગાળમાં મહિલાઓ સલામત નથી પરંતુ હું કહું છું કે તેમણે યુપી, બિહાર અને બીજા રાજ્યોની મહિલાઓની સ્થિતિ જોવી જોઈએ. બંગાળમાં તો મહિલાઓ સુરક્ષિત છે.