નવી દિલ્હીઃ દેશમાં ઇલેક્ટ્રિક ગાડીઓનો ક્રેઝ ઝડપથી વધી રહ્યો છે, અને ઓટો કંપનીઓ પણ આને જોઇને ઇલેક્ટ્રિક કારોના નવા નવા મૉડલો માર્કેટમાં ઉતારી રહ્યાં છે. હવે આ લિસ્ટમાં મહિન્દ્રાની એક સૌથી સસ્તી કારનુ નામ પણ જોડાઇ ગયુ છે.

દેશી મોટી કાર નિર્માતા કંપની મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ ગ્રેટર નોઇડામાં ચાલી રહેલા ઓટો એક્સપો 2020માં અત્યાર સુધીની સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર કેયુવી 100 (KUV100) લૉન્ચ કરી દીધી છે.



મહિન્દ્રાએ પોતાની મિની એસયુવી કહેવાતી કેયુવી100 (KUV100)નુ ઇલેક્ટ્રિક મૉડલ 'eKUV100' માર્કેટમાં ઉતાર્યુ છે. આની દિલ્હીમાં એક્સ-શૉરૂમ પ્રાઇસ 8.25 લાખ રૂપિયા છે.


ઇ-કેયુવી100ની ખાસિયત એ છે કે, આ કારને એકવાર ફૂલ ચાર્જ કરવાથી 147 કિલોમીટર સુધી દોડી શકે છે. આમો ઓટોમેટિક ગેયર છે અને બેટરીને ઝડપથી ચાર્જ કરી શકાય છે. ફાસ્ટ ચાર્જની મદદથી આને એક કલાકમાં 80 ટકા સુધી ચાર્જ કરી શકાય છે.














Car loan Information:

Calculate Car Loan EMI