Tesla Electric Cars:  ટેસ્લાની સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર બે દરવાજાવાળી કાર હશે, જે સૌપ્રથમ જર્મનીમાં લોન્ચ કરવામાં આવશે. આ પછી આ જ કાર ભારતમાં પણ લોન્ચ કરવામાં આવે તેવી શક્યતા છે. જેની કિંમત 23 લાખ રૂપિયાની આસપાસ જોવા મળી શકે છે.


મની કંટ્રોલના અહેવાલ મુજબ, ભારતમાં અબજોપતિ ઈલોન મસ્કની ટેસ્લાની એન્ટ્રીને લઈને કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ અમેરિકન જાયન્ટ ઓટોમોટિવ કંપની આવતા વર્ષથી તેના કેટલાક મોડલની આયાત શરૂ કરવાની તૈયારી કરી રહી છે. જો કે, કંપનીએ હજુ સુધી મોડલ વિશે વધુ માહિતી અથવા નામ સ્પષ્ટ રીતે જાહેર કર્યા નથી.


કંપની સાથે જોડાયેલા સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, આ મોડલ Y ક્રોસઓવર ભારતમાં ઉપલબ્ધ થનારું પહેલું મોડલ હશે. જો કે, ભારતમાં લાવવામાં આવનાર મોડલ વિશે હજુ કંઈ સ્પષ્ટ નથી.


મોડલ Y, જે મોડલ 3 સેડાન પ્લેટફોર્મ પર આધારિત છે. એક બેટરી ઇલેક્ટ્રિક મિડ-સાઇઝ ક્રોસઓવર SUV છે, જેનું ઉત્પાદન 2020 થી Tesla Inc. દ્વારા કરવામાં આવી રહ્યું છે


વેપાર પ્રધાન પીયૂષ ગોયલે કહ્યું હતું કે ટેસ્લા ભારતમાંથી આયાત થતા ભાગોની સંખ્યા બમણી કરવા પર વિચાર કરી રહી છે. તાજેતરમાં કેલિફોર્નિયાના ફ્રેમોન્ટમાં ટેસ્લાના મેન્યુફેક્ચરિંગ યુનિટની મુલાકાત લીધા પછી, ગોયલે સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કર્યું, "ટેસ્લા EV સપ્લાય ચેઇનમાં ભારતમાંથી ઓટો કમ્પોનન્ટ સપ્લાયર્સનું વધતું મહત્વ જોઈને ગર્વ અનુભવીએ છીએ.


Car loan Information:

Calculate Car Loan EMI