Royal Enfield Classic 350: આજકાલ ભારતમાં રૉયલ એનફિલ્ડ બાઇકનો જબરદસ્ત રીતે ક્રેઝ વધી રહ્યો છે. રૉયલ એનફિલ્ડની બાઈક દેશના યુવાનોને ખૂબ જ પસંદ આવે છે. કંપનીની સૌથી વધુ વેચાતી બાઇક Royal Enfield Classic 350 માનવામાં આવે છે. આ બાઇકમાં અદભૂત ફિચર્સ તેમજ પાવરફુલ એન્જિન છે.


ઘણા લોકો આ બાઇક ખરીદવાનું સપનું જોતા હોય છે પરંતુ તે મોંઘી હોવાને કારણે ઘણા લોકો તેને ખરીદી શકતા નથી, પરંતુ હવે કંપનીએ ગ્રાહકો માટે એક ઉત્તમ ફાઇનાન્સ પ્લાન લૉન્ચ કર્યો છે, જેની મદદથી આ બાઇકને સરળ હપ્તા પર ખરીદી શકાય છે.


2 હજાર રૂપિયાથી પણ ઓછા આપવા પડશે દર મહિને
Royal Enfield Classic 350 ની કિંમત વિશે વાત કરીએ તો તેની એક્સ-શોરૂમ કિંમત 2,24,755 રૂપિયા છે. હવે તમે થોડી ડાઉન પેમેન્ટ કરીને આ બાઇક ખરીદી શકો છો. આ માટે તમારે 4.99 ટકાના વ્યાજ દરે 6 વર્ષ માટે દર મહિને 1844 રૂપિયા ચૂકવવા પડશે. આ રીતે તમે આ બાઇકને સરળ હપ્તા પર ખરીદી શકો છો.


દમદાર એન્જિન 
કંપનીએ Royal Enfield 350માં 349 cc એર કૂલ્ડ સિંગલ સિલિન્ડર ફ્યૂઅલ ઇન્જેક્ટેડ એન્જિન આપ્યું છે. આ એન્જિન 20.2 bhpની મહત્તમ શક્તિ સાથે 27 Nmનો પીક ટોર્ક જનરેટ કરે છે. આ સિવાય તે 5 સ્પીડ ગિયરબોક્સ સાથે જોડાયેલું છે.


રૉયલ એનફિલ્ડમાં છે બેસ્ટ ફિચર્સ 
કંપનીએ આ બાઇકને J પ્લેટફોર્મ પર તૈયાર કરી છે. આ ઉપરાંત બાઇકમાં સંપૂર્ણ એલઇડી લાઇટિંગ સાથે એલૉય વ્હીલ્સ પણ આપવામાં આવ્યા છે. સાથે જ બાઇકમાં ટ્યૂબલેસ ટાયર પણ છે. કંપનીએ બાઇકના આગળના ભાગમાં ટેલિસ્કોપિક ફૉર્ક્સની સાથે પાછળના ભાગમાં ટ્વીન ગેસ ચાર્જ્ડ સસ્પેન્શન સેટઅપ આપ્યું છે. આ ઉપરાંત બાઇકમાં ડિસ્ક બ્રેકની સાથે ABS સિસ્ટમ પણ આપવામાં આવી છે.


શું છે કિંમત 
તમારી જાણકારી માટે, અમે તમને જણાવી દઈએ કે Royal Enfield Classic 350 ની પ્રારંભિક એક્સ-શૉરૂમ કિંમત 1.93 લાખ રૂપિયાથી શરૂ થાય છે અને 2.24 લાખ રૂપિયા સુધી જાય છે. માર્કેટમાં આ બાઇક KTM અને Jawa જેવી બાઇકને સીધી સ્પર્ધા આપે છે. આવી સ્થિતિમાં રોયલ એનફિલ્ડ બાઈકના શોખીન લોકો માટે આ એક શાનદાર ઓફર સાબિત થઈ શકે છે.


                                                                                                                                                 


Car loan Information:

Calculate Car Loan EMI