Cars on Festive Season Discount: ભારતમાં તહેવારોની સિઝન શરૂ થઈ ગઈ છે, અને કેટલાય લોકો આ સમયને નવી કાર ખરીદવાનો શ્રેષ્ઠ સમય માને છે. તેને જોતા કેટલીય કંપનીઓ પોતાની કાર પર ભારે ડિસ્કાઉન્ટ આપી રહી છે. કેટલીય હેચબેક કાર પણ ડિસ્કાઉન્ટ ભાવે ઉપલબ્ધ છે. આજે આપણે અહીં સૌથી મોટા ડિસ્કાઉન્ટમાં ઉપલબ્ધ કેટલીક હેચબેક કાર પર એક નજર કરીએ....
સિટ્રૉએન C3
Citroen C3 હેચબેક સેગમેન્ટમાં એક નવું મૉડલ છે, જે ખૂબ જ લોકપ્રિય છે. તેમાં 1.2-લિટર, ત્રણ-સિલિન્ડર એન્જિન, NA પેટ્રોલ એન્જિન છે. જે 5-સ્પીડ મેન્યૂઅલ ટ્રાન્સમિશન સાથે જોડાયેલ છે. હાલમાં આ કાર પર 99,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ છે, જેમાં રોકડ ડિસ્કાઉન્ટ, એક્સચેન્જ બૉનસ અને કૉર્પોરેટ બોનસનો સમાવેશ થાય છે.
મારુતિ સુઝુકી ઇગ્નિસ
મારુતિ સુઝુકી ઇગ્નિસ 1.2-લિટર, ત્રણ-સિલિન્ડર, NA પેટ્રોલ એન્જિન દ્વારા સંચાલિત છે. હાલમાં આ કાર પર 70,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ છે, જેમાં 35,000 રૂપિયાનું રોકડ ડિસ્કાઉન્ટ, 25,000 રૂપિયાનું એક્સચેન્જ બૉનસ અને 10,000 રૂપિયાનું કોર્પોરેટ બૉનસ શામેલ છે.
હ્યૂન્ડાઇ ગ્રાન્ડ આઇ10 નિઓસ
હ્યૂન્ડાઈના ગ્રાન્ડ i10ને પાવર માટે 1.2-લિટર NA પેટ્રોલ એન્જિન મળે છે, જે 5-સ્પીડ મેન્યૂઅલ અથવા AMT ટ્રાન્સમિશનના ઓપ્શન સાથે ઉપલબ્ધ છે. હાલમાં, આ કાર પર તહેવારોની સિઝનમાં 43,000 સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે, જેમાં 30,000નું રોકડ ડિસ્કાઉન્ટ, 10,000નું એક્સચેન્જ બૉનસ અને 3,000નું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ સામેલ છે.
રેનૉલ્ટ ક્વિડ
Renault Kwid પાસે 1.0-લિટર, ત્રણ-સિલિન્ડર પેટ્રોલ એન્જિન છે, જે 67 HP પાવર અને 91 Nm ટૉર્ક જનરેટ કરે છે, હાલમાં આ કાર પર 40,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ છે. આ ડિસ્કાઉન્ટ તેના ટોપ-સ્પેક વેરિઅન્ટ્સ પર લાગુ છે. આમાં 20,000 રૂપિયાનું રોકડ ડિસ્કાઉન્ટ અને 20,000 રૂપિયાનું એક્સચેન્જ બોનસ શામેલ છે.
મારુતિ સુઝુકી સેલેરિયો
Maruti Suzuki Celerio એ દેશમાં સૌથી લોકપ્રિય અને સસ્તું મૉડલ છે. આ કાર પર 59,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. જેમાં 35,000નું રોકડ ડિસ્કાઉન્ટ, 20,000નું એક્સચેન્જ બૉનસ અને 4,000નું કોર્પોરેટ બૉનસ સામેલ છે.
અત્યારે ભારતમાં નવરાત્રિની સિઝન ચાલી રહી છે, આ પછી દિવાળીના તહેવારો આવી રહ્યાં છે, ત્યારે ઓટો મોબાઇલ ઇન્ડસ્ટ્રીમાં વ્હીકલોનું ધૂમ વેચાણ થઇ શકે છે.
Car loan Information:
Calculate Car Loan EMI