Bajaj Dominar 250: દિગ્ગજ ટૂ-વ્હીલર કંપની Bajajએ પોતાની દમદાર બાઇક Dominar 250 સ્પોર્ટ્સ ટૂરિંગ બાઇકની કિંમત એકદમ ઓછી કરી દીધી છે. કંપનીએ આ બાઇક પર 16,800 રૂપિયા ઓછા કરી દીધા છે. આ પછી આ બાઇકની કિંમત 1,54,176 (એક્સ-શૉરૂમ, દિલ્હી) થઇ ગઇ છે. કિંમત ઘટ્યા બાદ કંપનીએ આશા રાખી છે કે આ બાઇકની સેલમાં વધારો જોવા મળશે. જાણો બજાજ ડૉમિનાર 250ના દમદાર ફિચર્સ વિશે.....
આ છે ફિચર્સ-
વાત ફિચર્સની કરીએ તો બાઇકમાં ફૂલ LED હેડલેમ્પની સાથે AHO (ઓટોમેટિક હેડલેમ્પ ઓન, ટ્વીન ચેનલ ABS, સ્લિપર ક્લચ અને બીમ ટાઇપ પેરિમીટર ફ્રેમ આપવામાં આવ્યા છે. આ ઉપરાંત આ બાઇકમાં હવે નવા ગ્રાફિક્સનો ઉપયોગ કર્યો છે. આ ઉપરાંત આના ફ્રન્ટમાં અપ-સાઇડ ડાઉન (USD) ફૉર્ક્સ આપવામાં આવ્યા છે. વળી આમાં ટ્વી બેરેલ એક્ઝૉસ્ટ પણ જોવા મળે છે.
દમદાર એન્જિન-
Dominar 250માં પરફોર્મન્સના BS6, લિક્વિડ કૂલ્ડ 248.8 cc DOHC એન્જિન લગાવવામાં આવ્યુ છે. આ એન્જિન 27 PSનો પાવર અને 23.5 Nmનો ટોર્ક આપે છે. માત્ર 10.5 સેકન્ડમાં આ બાઇક 0 થી 100 kmphની સ્પીડ પકડી લે છે. બાઇકમાં બેસ્ટ માઇલેજ અને પરફોર્મન્સ માટે ફ્યૂલ ઇન્ફેક્શન ટેકનીકનો ઉપયોગ કર્યો છે.
લૉન્ગ ટૂર માટે બેસ્ટ ઓપ્શન-
આ બાઇક ખાસ તે લોકોને ધ્યાનમાં રાખીને બનાવી છે જો લોકો ટૂર કરવાનુ પસંદ કરે છે. આ બાઇક બન્ને ટાયર્સ 17 ઇંચની છે અને બન્ને જ ટાયર્સમાં ડિસ્ક બ્રેકની સુવિધાની સાથે આવે છે, જેની મદદથી બેસ્ટ બ્રેકિંગનો અનુભવ મળે છે. કંપનીને આશા છે કે નાના એન્જિનની સાથે Dominar 250ને ખુબ પસંદ કરવામાં આવશે.
TVS Apache RTR 160 4Vથી મેચ-
Dominar 250નો સીધો મુકાબલો TVSની અપાચે 160થી છે. આની ડિઝાઇન આની સૌથી મોટી ખુબી છે. આમાં લાગેલુ ડિજીટલ સ્પીડોમીટર કેટલાય પ્રકારની જાણકારીઓથી ભરેલુ છે. યુથની વચ્ચે આ બાઇક ખુબ પૉપ્યૂલર છે. એન્જિનની વાત કરીએ તો TVS Apache RTR 160 4Vમાં 159.7 cc નુ એન્જિન લાગેલુ છે જે 5-સ્પીડ ગિયરબૉક્સ વાળુ છે. આ ઉપરાંત આ એન્જિન 15.8 bhpનો પાવર અને 14.12 Nmનો ટોર્ક જનરેટ કરે છે.
Car loan Information:
Calculate Car Loan EMI