નવી દિલ્હીઃ કોરોના વાયરસ મહામારીએ આખી દુનિયામાં કોહરામ મચાવી દીધો છે. દરરોજ કૉવિડ-19ના નવા કેસો સામે આવી રહ્યાં છે. વળી કોરોનાના કારણે કેટલાય ફેરફાર જોવા મળી રહ્યાં છે. આ ફેરફારો અંતર્ગત શિક્ષણ ક્ષેત્રમાં પણ એક મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. ખરેખરમાં, કૉવિડ-19 મહામારી બાદથી ઓનલાઇન શિક્ષણને (Online Education) પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. જોકે ડૉક્ટર્સનુ કહેવુ છે કે આનાથી એક મોટુ નુકશાન આગામી દિવસોમાં જોવા મળી શકે છે.  


ઓનલાઇન એજ્યૂકેશન સિસ્ટમ (Online Education) અંતર્ગત બાળકોને મોટાભાગનો સમય સ્માર્ટફોન કે લેપટૉપ કે કૉમ્પ્યુટરની આગળ વિતાવવો પડે છે. ડૉક્ટરોનુ કહેવુ છે કે આનાથી આગામી દિવસોમાં બાળકોમાં માયોપિયા (નિકટદર્શિતા) પણ થઇ શકે છે. આનાથી બાળકોની આંખોની દ્રષ્ટિ પર અસર પડે છે. ડૉક્ટરોનુ કહેવુ છે કે સ્માર્ટફોન આસાનીથી ઉપલબ્ધ છે. આ કારણે Online Education - ઓનલાઇન ક્લાસીસ માટે તેનો વધુ ઉપયોગ કરવામાં આવે છે. 


સ્માર્ટફોનથી વધુ નુકશાન- 
ડૉક્ટરોનુ કહેવુ છે કે સ્માર્ટફોનના કારણે આંખોની રોશની પર વધુ અસર પડી શકે છે, જેનાથી આંખોની રોશની ઓછી થઇ શકે છે. ઓનલાઇન ક્લાસ માટે સ્માર્ટફોનનો ઉપયોગ યોગ્ય નથી. જોકે મોંઘા ગેજેટ ખરીદવા પણ દરેકના બસની વાત નથી. ડૉક્ટરોનુ કહેવુ છે કે ઓનલાઇન શિક્ષણ માટે સ્માર્ટફોનનો ઉપયોગ વધુ નુકશાન પહોંચાડે છે.  


ડૉક્ટરોનુ માનવુ છે કે ઓનલાઇન શિક્ષણ માટે મોટી સ્ક્રીન એટલે કે લેપટૉપ કે કૉમ્પ્યુટરનો ઉપયોગ વધુ યોગ્ય છે. જો સંભવ હોય તો કામ માટે કે શિક્ષણ માટે ટીવીને પણ કનેક્ટ કરી શકાય છે. ડૉક્ટરો અનુસાર સ્ક્રીનને આંખીની નજીક રાખવી, રૂમમાં ઓછો પ્રકાશ હોવો, નાના ફૉન્ટ, નાની સ્ક્રીન, ખોટી રીતે બેસવુ વગેરે કારણોથી માયોપિયા (નિકટદર્શિતા) થઇ શકે છે. ડૉક્ટરોનુ કહેવુ છે કે સ્માર્ટફોન આસાનીથી ઉપલબ્ધ છે. આ કારણે Online Education - ઓનલાઇન ક્લાસીસ માટે તેનો વધુ ઉપયોગ કરવામાં આવે છે. 


Education Loan Information:

Calculate Education Loan EMI