Best CNG Cars: શાનદાર માઈલેજ સાથે આવે છે આ ચાર સસ્તી CNG કાર, જાણો કિંમત

પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતો બાદ હવે લોકો તેનાથી બચવા માટે અન્ય વિકલ્પો પર વિચાર કરી રહ્યા છે. જેમાં સીએનજી વાહનોનો વિકલ્પ ખૂબ જ ઝડપથી માંગમાં આવ્યો છે.

Continues below advertisement

CNG Cars Under 8 Lakh Rupees: પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતો બાદ હવે લોકો તેનાથી બચવા માટે અન્ય વિકલ્પો પર વિચાર કરી રહ્યા છે. જેમાં સીએનજી વાહનોનો વિકલ્પ ખૂબ જ ઝડપથી માંગમાં આવ્યો છે. CNG વાહનોના ઘણા ફાયદા છે, જેમ કે CNG ની કિંમત પેટ્રોલ ડીઝલ કરતા ઓછી છે, તેમજ તે વાહનમાં વધુ માઇલેજ આપે છે અને તેનાથી પર્યાવરણને વધુ નુકસાન થતું નથી. જો કે, આ ચોક્કસપણે કારના પાવરમાં  થોડો ઘટાડો કરે છે.  તમને પાવરફૂલ વાહન ગમે છે  અને તમે CNG વાહન ખરીદવા માંગો છો, તો આજે અમે તમને એવી કેટલીક કાર વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે CNG એન્જિન પર પણ મજબૂત પરફોર્મન્સ આપે છે અને તેમની કિંમત પણ ઘણી ઓછી છે.

Continues below advertisement

Hyundai Grand i10 Nios CNG

આ Hyundai કારમાં CNG કિટ સાથે 1.2-લિટર, 4-સિલિન્ડર એન્જિન મળે છે. આ એન્જિન CNG પર 68 bhpનો પાવર અને 95 ન્યૂટન મીટરનો ટોર્ક જનરેટ કરે છે. આ કારના CNG વર્ઝનની એક્સ-શોરૂમ કિંમત 7.16 લાખથી 8.45 લાખ રૂપિયાની વચ્ચે છે.

મારુતિ સ્વિફ્ટ CNG

મારુતિએ હાલમાં જ તેની સ્વિફ્ટને CNGમાં માર્કેટમાં લૉન્ચ કરી છે. આ કારમાં 1.2-લિટર, ચાર-સિલિન્ડર, ડ્યુઅલજેટ એન્જિન આપવામાં આવ્યું છે. આ એન્જિન CNG પર 77.49 PSની મહત્તમ શક્તિ અને 98.5 ન્યૂટન મીટરનો ટોર્ક જનરેટ કરે છે. આ કાર CNG પર 30 km/kg થી વધુની માઈલેજ આપે છે. આ કારના માત્ર VXI અને ZXI વેરિઅન્ટ જ CNG વર્ઝનમાં આવે છે. જેની એક્સ-શોરૂમ કિંમત 7.77 લાખ રૂપિયા છે.

ટાટા ટિયાગો iCNG

ટાટા મોટર્સે આ CNG કારમાં 1.2-લિટર ત્રણ-સિલિન્ડર રેવોટ્રોન એન્જિનનો ઉપયોગ કર્યો છે. આ એન્જિન મહત્તમ 73 પીએસ પાવર અને 95 ન્યૂટન મીટરનો ટોર્ક ઉત્પન્ન કરે છે. આ કાર CNG પર 26.49 km/kg ની માઈલેજ આપે છે. આ કારની એક્સ-શોરૂમ કિંમત ₹6.30 લાખથી ₹7.82 લાખની વચ્ચે છે.

મારુતિ સુઝુકી ડીઝાયર CNG

મારુતિએ આ કોમ્પેક્ટ સેડાન કારને CNG વર્ઝનમાં પણ તૈયાર કરી છે. આ કારમાં 1.2-લિટર, ચાર-સિલિન્ડર, ડ્યુઅલજેટ પેટ્રોલ એન્જિનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ એન્જિન CNG પર 77.49 PS પાવર અને 98.5 ન્યૂટન મીટર ટોર્ક ઉત્પન્ન કરે છે. આ કાર CNG પર 31.12 km/kg થી વધુની માઈલેજ આપે છે. આ કારના માત્ર VXI અને ZXI વેરિઅન્ટ જ CNG વર્ઝનમાં ઉપલબ્ધ છે. જેની એક્સ-શોરૂમ કિંમત 8.23 ​​લાખથી 8.91 લાખ રૂપિયા છે. 

Continues below advertisement
Sponsored Links by Taboola