નવી દિલ્હીઃ જો તમે ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવાનુ પ્લાનિંગ કરી રહ્યાં છો, તો તમારા માટે અત્યારે ઘણાબધા ઓપ્શન અવેલેબલ છે. પરંતુ જો તમે તમારા નાના બજેટમાં સારુ ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવાનુ વિચારી રહ્યાં છો, તો તમે અહીં આપેલા ચાર ઇલેક્ટ્રિક સ્કૂટરમાંથી કોઇ એક ખરીદી શકો છો. અહીં બતાવેતા ચારે સ્કૂટર બેસ્ટ રેન્જ સાથે માર્કેટમાં અવેલેબલ છે. જે સિંગલ ચાર્જથી 100થી 200 કીમીની રેન્જ આપે છે.
ઓકાયા ફાસ્ટ (Okaya Faast)
ઓકાયા કંપનીએ તાજેતરમાં જ ફાસ્ટ નામથી એક ઇલેક્ટ્રિક સ્કૂટર લૉન્ચ કર્યુ છે.આ એક હાઇસ્પીડ ઇલેક્ટ્રિક સ્કૂટર છે. આ સ્કૂટર ઓલા એસ1, એથર એનર્જીના 450એક્સની સાથે જ હીરો ઇલેક્ટ્રિક સ્કૂટરને ટક્કર આપે છે. આની કિંમત 89,999 રૂપિયા રાખવામાં આવી છે.આની ડ્રાઇવિંગ રેન્જ 150 કીમીથી 200 કીમી સુધીની છે. આની ટૉપ સ્પીડ 70 KMPH ની હોવાનો કંપની દાવો કરે છે.
ઓલા એસ વન (Ola S1)
આ ઇલેક્ટ્રિક સ્કૂટર બે વેરિએન્ટમાં ભારતમાં ઉપલબ્ધ છે. ઓલા એસ વન અને એસ વન પ્રૉ, આ બન્ને બેસ્ટ ઇલેક્ટ્રિક સ્કૂટર છે. આની ચાર્જરની વાત કરીએ તો આની બેટરી છ કલાકમાં ચાર્જ કરી શકાય છે.આ ઇલેક્ટ્રિક સ્કૂટરની કિંમતની વાત કરીએ તો આ 1 લાખ રૂપિયાથી શરૂ થાય છે. જોકે, આ સિંગલ ચાર્જમાં 181 કિલોમીટરની રેન્જ આપે છે.
ઇવી સોઅલ (EeVe Soul)
EeVeએ તાજેતરમાં જ લૉન્ચ થયેલુ બેસ્ટ ઇલેક્ટ્રિક સ્કૂટર છે. આની કિંમત 1.39 લાખ રૂપિયા છે. કંપની દાવો કરે છે કે આ ઇલેક્ટ્રિક સ્કૂટર એકવાર ચાર્જ કરવાથી 120 કિલોમીટર સુધીની રેન્જ આપે છે.આની ટૉપ સ્પીડ 70 કિલોમીટર છે.
સિમ્પલ વન (Simple One)
સિમ્પલ એનર્જી કંપની તરફથી આ વર્ષે સિમ્પલ વન ઇલેક્ટ્રિક ઇલેક્ટ્રિક સ્કૂટર લૉન્ચ કર્યુ છે. આમાં 4.8 kWhની બેટરી છે. જાણકારી અનુસાર, આ સિંગલ ચાર્જમાં ઇકો મૉડ પર 203 કિમીની રેન્જ આપે છે.
Car loan Information:
Calculate Car Loan EMI