Hop Oxo Electric Bike Launched: હૉપ ઇલેક્ટ્રિકે તેલંગાણા રાજ્ય સરકાર દ્વારા આયોજિત હૈદરાબાદ ઇ-મૉટર શૉમાં પોતાની હૉપ ઓક્સો ઇલેક્ટ્રિક બાઇકને લૉન્ચ કરી છે. આ બાઇકની એક્સ શૉરૂમ કિંમત 1.60 લાખ રૂપિયાથી 1.80 લાખ રૂપિયાની વચ્ચે છે. આ બાઇકને હૈદરાબાદના હિમાયત નગર, ઉપ્પલ, કર્મનઘાટ, મલકપેટ, કોમપલ્લી, કુટપલ્લી, અને મેડચલ જેવા 10 એક્સપીરિયન્સ સેન્ટર પરથી ખરીદી શકાય છે. 


5 કલર ઓપ્શનમાં છે હૉપ ઓક્સો ઇલેક્ટ્રિક બાઇક - 
હૉપ ઓક્સો ઇલેક્ટ્રિક બાઇકને ટ્વાઇલાઇટ ગ્રે, કેન્ડ રેડ, મેગ્નેટિક બ્લૂ, ઇલેક્ટ્રિક યલો અને ટ્રૂ બ્લેક જેવા 5 કલર ઓપ્શનમાં લૉન્ચ કરવામાં આવી છે. આ બાઇકના તમામ પ્રૉ પેકેજ ફિચર કંપનીના નિયમ અને શરતોના આધિન છે.


કેટલી મળશે રેન્જ - 
હૉપ ઓક્સો ઇલેક્ટ્રિક બાઇકમાં 3.75 kWh લિથિયમ -આયન બેટરીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જે એક BLDC હબ મૉટર સાથે જોડાયેલો છે. આ મૉટર 5.2 kW/6.2 kW નું મેક્સિમમ પાવર અને 185 Nm/200 Nm નો મેક્સિમમ ટૉર્ક પ્રૉડ્યૂસ કરી શકે છે. આ બાઇકની ટૉપ સ્પીડ 90 kmph છે. આમાં 135 કિમીથી 150 કિમી સુધીની અનુમાનિત રેન્જનો દાવો કરવામાં આવ્યો છે. આ બાઇક 4 કલાકમાં 850W ચાર્જરના ઉપયોગથી 0 થી 80 ટકા સુધી ચાર્જ થઇ શકે છે. આમાં ઇકો, પાવર, સ્પોર્ટ અને રિવર્સ 4 રાઇડિંગ મૉડ્સની સાથે એફઓસી વેક્ટર કન્ટ્રૉલ આપવામાં આવ્યો છે. 


સસ્પેન્શન અને બ્રેકિંગ - 
આ બાઇકના ફ્રન્ટમાં એક અપરાઇટ ટેલિસ્કૉપિક ફૉર્ક અને રિયરમાં એક હાઇડ્રૉલિક સ્પ્રિન્ગ લૉડેડ શૉક એબ્ઝૉર્બર આપવામાં આવ્યુ છે. 250 કિલોગ્રામની લૉડ કેપેસિટીની સાથે આમાં કૉમ્બી-બ્રેક સિસ્ટમ અને રિજનરેટિવ બ્રેકિંગની સાથે ડિસ્ક બ્રેક આપવામાં આવી છે. 


કેવી છે ફિચર્સ - 
હૉપ ઓક્સો ઇલેક્ટ્રિક બાઇકમાં કનેક્ટિવિટી માટે એક 5 ઇંચની સ્માર્ટ એલસીડી ડિસ્પ્લે આપવામાં આવી છે, જે 4જી એલઇટી કનેક્ટિવિટી અને જીએનએસએસની સાથે એજીપીએસ વાળી છે. મોબાઇલ એપ કનેક્ટિવિટી માટે આમાં બ્લૂટૂથ 5.0ની સાથે અને એઝ ટૂ ક્લાઉડ સિક્યૂરિટી માટે 128- બિટ એનક્રિપ્શન આપવામાં આવ્યુ છે. 


 


ટૉપ 5 સસ્તી અને હટકે ફિચર્સ વાળી બાઇક્સ - 


હીરો એચએફ ડીલક્સ - 
બજેટ બાઇકના લિસ્ટમાં હીરોની હીરો એચએફ ડીલક્સ બાઇક પહેલા નંબર પર છે. આ બાઇકને 68,000 રૂપિયાની કિંમતમાં ખરીદી શકાય છે. આ બાઇકમાં 97.2 સીસી એર કૂલ્ડ 4 સ્ટૉક સિલીન્ડર OHC એન્જિન અવેલેબલ છે, જે 8,000 Rpm પર 5.9 kW નો પાવર અને 6,000 Rpm પર 8.05 ન્યૂટન મીટરનો ટૉર્ક આપે છે. એડવાન્સ્ડ પ્રૉગ્રામ્ડ ફ્યૂલ ઇન્જેક્શન (APFE) વાળી આ બાઇક કિક અને સેલ્ફ સ્ટાર્ટના ફિચર સાથે આવે છે.


હીરો સ્પ્લેન્ડર પ્લસ એક્સટેક  - 
સસ્તા બજેટમાં આવનારી બીજી બાઇક હીરોની હીરો સ્પ્લેન્ડર પ્લસ એક્સટેક છે. હીરો પોતાની આ બાઇકનુ વેચાણ 72,900 રૂપિયામાં એક્સ શૉરૂમની કિંમતમાં કરે છે. વળી, આ બાઇકમાં મળનારા ફિચર્સની વાત કરીએ તો આમાં કેટલાક ફન્કી બૉડી ગ્રાફિક્સ, LED HIPL (હાઇ ઇન્ટેન્સિટી પૉઝિશન લેમ્પ) ની સાથે સાથે સ્પાર્કલિંગ બીટા બ્લૂ, કેનવાસ બ્લેક, ટૉરનેડો ગ્રે અને પર્લ વ્હાઇટ જેવા ચાર નવા કલર ઓપ્શનમાં પણ ઉપલબ્ધ છે.









ત્રીજા નંબર પર ટીવીએસ રેડિયન બીએસ6 એન્જિનની સાથે છે. દેખાવમાં આ બાઇક બિલકુલ સિમ્પલ છે. ઇન્સ્ટ્રૂમેન્ટ ક્લસ્ટરને પણ BS4 ની જેમ જ રાખવામાં આવ્યુ છે. પરંતુ આ બાઇકમાં નવું એન્જિન માલફન્ક્શન ઇન્ડિકેટર, સાઇડ સ્ટેન્ડ ઇન્ડિકેટર, USB ચાર્જર, પિલિયન ગ્રેબરેલની સાથે કેરિયર અને એક લગેજ હૂક પણ આપવામાં આવ્યો છે, આ બાઇક 71675 રૂપિયાની કિંમતમાં અવેલેબલ છે.


હોન્ડા સીડી 110 - 
આ લિસ્ટમાં ચૌથા નંબર પર હોન્ડાની સીડી 110 બાઇક ઉપલબ્ધ છે. આની કિંમત 71,133 રૂપિયા એક્સ શૉરૂમ છે. આ બાઇક 8.67 bhp નો પાવર અને 9.30 Nm ટૉર્કની સાથે 109.51cc BS 6 એન્જિનની સાથે ઉપલબ્ધ છે. આને 4-સ્પીડ ગિયરબૉક્સની સાથે જોડવામાં આવ્યું છે.


Car loan Information:

Calculate Car Loan EMI