BYD Atto-3 Review : દુનિયાભરમાં ઈલેક્ટ્રોનિક વાહનોની ભારે માંગ છે. અનેક ઓટો કમ્પનીઓ બજારમાં એન્ટ્રીમારી રહી છે. BYD પણ તેમાંની એક છે. BYDએ તાજેતરમાં જ ભારતમા પોતાની Atto 3 SUVને લોંચ કરી છે. જોકે આ દેશની Atto 3 SUV પ્રોડક્ટ નથી પણ છેલ્લા કેટલાક સમયથી કમ્પની e6 MPVને વેચી રહી છે. Atto 3 એક પ્રિમિયમ SUV છે જે બજારમાં MG ZS EVની ઉપર અને Volvo XC40થી નીચે આવે છે.
કેવો છે લૂક?
આ કાર એક પ્રીમિયમ SUV કાર છે જે તેની કિંમતની સરખામણીએ શાનદાર છે. સ્કિપ કેડલેમ્પ સાથે કારનો લૂક ખુબ જ એગ્રેસીવ છે, જ્યારે બમ્પર પર શાર્પ ડિઝાઈન છે. સ્કીડ પ્લેટ અને કલેડીગ જેવા અન્ય એલીમેન્ટ પણ આપવામાં આવ્યા છે. રિયરમાં ક્નેક્ટિગ ટેલ-લેમ્પ આપવામાં આવ્યા છે. સાથે જ તેમાં 18 ઈચના મોટા વ્હીલ્સ પણ છે. BYD Atto 3 ચાર કલર આપેલા છે જેમાં - બોલ્ડર ગ્રે, પરકોર રેડ- સ્કી વ્હાઈટ અને સર્ફ બ્લ્યૂનો સમાવેશ થાય છે.
ઈન્ટીરિયર
કારનું ઈન્ટીરિયર ખૂબ જ અલગ છે કારણ કે, BYDએ કારમાં કઈક નવું કરવાનો પ્રયાસ કર્યો છે. તેની ડીઝાઈન અને કવોલિટી શાનદાર છે. કારમાં એરકોન વેંટ્સની સાથે E6 તરફ મૂવ થઈ શકે તેવી આપવામાં આવી છે જે કાંતો લૅન્ડસ્કેપમાં ફેરવાઈ જાય છે અથવા તો પોર્ટ્રેટમાં 12.8 ઈચ થઈ જાય છે.
અનેક પ્રકારના ફીચર
કારના ફીચરની વાત કરવામાં આવે તો તેમાં 7 એરબેગ અને એક પેનોરેમિક સનરૂફ,એએનએફસી કાર્ડની, એક વ્હીકલ ટૂ લોડ મોબાઈલ પાવર સ્ટેશન, વાયરલેસ ચાર્જિંગ, સિગલ ટચ ઈલેક્ટ્રીક કંટ્રોલ ટેલગેટ, 8 સ્પીકર ઓડીયો સિસ્ટમ, ઈલેક્ટ્રિક સીટ એડજેસ્ટમેન્ટ, વોઈસ કંટ્રોલ,એલઈડી રિયલ લાઈટસ, મલટિ-કલર ગ્રેડીએંટ એબીએટ લાઈટીગ, પીએમ 2.5 એર ફિલ્ટર, સીએન 95 એર ફિલ્ટર સહીત ADAS સિસ્ટમ પણ આપવામાં આવી છે.
આકર્ષક રેંજ
Atto 3નું મુખ્ય આકર્ષણ તેની રેંજ છે, જે 521km પ્રતિ ચાર્જ ARAI પ્રમાણિત છે અને તે મોંઘા એવા EV કરતા પણ વધારે છે. કારમાં બ્લેડ બેટરી ટેકનિક સાથે 60.48kWhનું બેટરી પેક આપવામાં આવ્યું છે. આ કાર આંખના પલકારામાં એટલે કે માત્ર 7.3 સેકંડમાં જ 100km/h સ્પીડ પકડી શકે છે. ગ્રાહકોને કારમાં એક હોમ ચાર્જર અને એક પોર્ટેબલ ચારજીગ બોક્સ આપાવામાં આવ્યું છે.
શાનદાર કેબિન
લેગરૂમ મામલે કારમાં વિશાળ સ્પેસ છે. જ્યારે સનરૂફના કારણે હેડરૂમ થોડો નાનો છે. બૂટ સ્પેસ ખૂબ જ મોટી છે. જ્યારે કેબિન સ્ટોરેજમાં ઘણી જગ્યા આપવામાં આવી છે.
કારની કિંમત અને વોરંટી
Atto3 માં બેટરી પર 8 વર્ષ કે પછી 1.6 લાખ કિલોમીટર (જે પહેલા હોય)ની વોરંટી અને મોટર કંટ્રોલર માટે 8 વર્ષ કે 1.6 લાખ કિલોમીટર (જે પહેલા હોય)અને કાર પર 6 વર્ષ કે 1.5 લાખ કિલોમીટરની વોરંટી મળે છે. 33.9 લાખની કિંમત પર Atto 3નું કોઈ પ્રત્યક્ષ પ્રતિસ્પર્ધી નથી. કેમ કે આ ZS EVની તુલનામાં આ કાર વધુ રેન્જ આપે છે. સાથે સાથે તેનામાં ફીચર્સ પણ વધુ છે. હાલમાં જોવા જઈએ તો આ કાર ઇલેક્ટ્રિક કારોને ટક્કર આપી રહી છે. નોંધનીય બાબત એ છે કે આ કારને પહેલાથી જ 1500 લોકો બુક કરાવી ચુક્યા છે.
Car loan Information:
Calculate Car Loan EMI