Budget Cars: તમે બજેટ ખરીદવાનું વિચારી રહ્યા છો પરંતુ કાર પસંદ કરી શકતા નથી. તો અહીં અમે કેટલાક શ્રેષ્ઠ વિકલ્પો વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ. તમે આ વિકલ્પોને ધ્યાનમાં લઈ શકો છો.


Hyundai Grand i10 Nios ફેસલિફ્ટ


તાજેતરમાં લૉન્ચ કરાયેલ Hyundai Grand i10 Nios ફેસલિફ્ટ રૂ. 5.58 લાખની કિંમતે ઉપલબ્ધ છે. કારમાં નવું RDE કમ્પ્લાયન્ટ 1.2-L NA પેટ્રોલ એન્જિન છે. મેન્યુઅલ ગિયરબોક્સ સાથે આ કાર 20.7 kmpl આપે છે અને ઓટોમેટિક વેરિઅન્ટમાં તેનું માઇલેજ 20.1 kmpl સુધી છે. આ સાથે તેને CNG ઓપ્શનમાં પણ ખરીદી શકાય છે. CNG વેરિઅન્ટ સાથેની ગ્રાન્ડ નિઓસ ફેસલિફ્ટને 5-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ સાથે જોડી દેવામાં આવી છે.


હ્યુન્ડાઈ ઓરા ફેસલિફ્ટ


Hyundai પાસે સાત લાખ રૂપિયાના બજેટમાં બીજી નવી સેડાન કાર Aura ફેસલિફ્ટ છે. જેમાં 1.2-L એન્જિન ઉપલબ્ધ છે જે 83hp પાવર અને 113.8Nm ટોર્ક ઉત્પન્ન કરવામાં સક્ષમ છે. આ કારની શરૂઆતી કિંમત 6.29 લાખ રૂપિયા છે.


ટાટા પંચ


સાત લાખ રૂપિયાના બજેટમાં આવનારી કાર્સમાં ટાટાની ટાટા પંચ કાર પણ સામેલ છે. જે રૂ.6.00 લાખની શરૂઆતની કિંમતે ખરીદી શકાય છે. આ કાર 1.2-L નેચરલી એસ્પિરેટેડ રેવોટ્રોન પેટ્રોલ એન્જિન દ્વારા સંચાલિત છે જે 84.48bhp પાવર અને 113Nm ટોર્ક ઉત્પન્ન કરે છે. જ્યારે તેની કેબિનમાં 7-ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ અને ક્લાઇમેટ કંટ્રોલ જેવી તમામ સુવિધાઓ છે.


નિસાન મેગ્નાઈટ


સાત લાખના બજેટમાં આવનારી કારોમાં નિસાનની મેગ્નાઈટનું પણ નામ છે. તેનું બેઝ મોડલ 'XE' વેરિઅન્ટ 5.97 લાખ રૂપિયાની પ્રારંભિક કિંમતે ખરીદી શકાય છે. આ કાર 1.0-L નેચરલી એસ્પિરેટેડ એન્જિન દ્વારા સંચાલિત છે જે 71.05bhp પાવર ઉત્પન્ન કરવામાં સક્ષમ છે. આ સિવાય એન્ડ્રોઈડ ઓટો અને એપલ કારપ્લે, 8 ઈંચની ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ, ચાર્જર, એર પ્યુરીફાયર જેવા ફીચર્સ પણ આ કારમાં છે.


Citroen eC3: સિટ્રોએનએ શરુ કરી ઈલેક્ટ્રિક C3 ની બુકિંગ, માત્ર 25 હજાર રુપિયા આપી કરી શકો છો બુક 


ફ્રેન્ચ ઓટોમોબાઈલ ઉત્પાદક citroen એ તેની નવી ઇલેક્ટ્રિક કાર eC3 માટે બુકિંગ શરૂ કરવાની જાહેરાત કરી છે. આ કાર બુક કરવા માટે ગ્રાહકોએ કંપનીની ડીલરશીપ અથવા citroen ની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવી પડશે. આ માટે ગ્રાહકોએ ₹25,000ની ટોકન રકમ જમા કરાવવાની રહેશે. આ કારનું લોન્ચિંગ ફેબ્રુઆરી 2023માં થવાની આશા છે અને લોન્ચિંગની સાથે જ આ કારની કિંમતો પણ જાહેર કરવામાં આવશે.


ડિઝાઇન કેવી છે ?


આ કારમાં ફ્રન્ટ ફેન્ડર પર ચાર્જિંગ પોર્ટ આપવામાં આવ્યું છે. બાકીની બાજુ અને પાછળ, કાર તેના ICE મોડલ જેવી જ દેખાય છે. જો કે તેના ઈન્ટીરીયરમાં ચોક્કસ ફેરફાર થશે. ગિયર લીવરની જગ્યાએ ડ્રાઇવ મોડને પસંદ કરવા માટે તેને સેન્ટર કન્સોલમાં બટનો મળે છે.


પાવરટ્રેન કેવુ છે?


Citroen eC3માં સિંગલ ઇલેક્ટ્રિક મોટર સેટઅપ આપવામાં આવ્યું છે, જે 57 hp પાવર અને 143 Nm ટોર્ક જનરેટ કરી શકે છે. આ ઇલેક્ટ્રિક મોટર સાથે, eC3 માત્ર 6.8 સેકન્ડમાં 0-60 kmph થી સ્પિડ મેળવી શકે છે અને તેની ટોપ સ્પિડ 107 kmphની છે. તેમાં પાવર માટે 29.2 kWh સિંગલ બેટરી પેકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેના માટે 3.3 kWનું ઓનબોર્ડ એસી ચાર્જર આપવામાં આવ્યું છે. તેમજ ડીસી ચાર્જરની મદદથી આ કારને માત્ર 57 મિનિટમાં 10 થી 80 ટકા સુધી ચાર્જ કરી શકાય છે. જ્યારે આ કારને AC ચાર્જરથી 10-100 ટકા ચાર્જ કરવામાં 10.5 કલાકનો સમય લાગે છે. આ કાર પ્રતિ ચાર્જ 320 કિમીની રેન્જ આપવામાં સક્ષમ છે.


Car loan Information:

Calculate Car Loan EMI