Car Care Tips in Winter Session:  ઉનાળો હોય કે શિયાળો હોય તમારી કારને સારી સંભાળની જરૂર હોય છે. નહી તો ખરાબ હવામાનને કારણે તેમાં સમસ્યા આવવાની સંભાવના છે. તેથી આ સમાચારમાં અમે તમને ઠંડા હવામાનમાં કારની સંભાળ રાખવા માટેની કેટલીક મહત્વપૂર્ણ ટીપ્સ જણાવવા જઈ રહ્યા છીએ. જેથી તમને કોઈપણ પ્રકારની મુશ્કેલીનો સામનો ન કરવો પડે.


કારની લાઇટ તપાસો


શિયાળાની ઋતુમાં દિવસ ટૂંકા અને રાત લાંબી થઈ જાય છે. આનો અર્થ એ છે કે દિવસનો પ્રકાશ અમુક સમય માટે જ ઉપલબ્ધ છે. તેથી તમારી કારની લાઇટ્સ (હેડલાઇટ્સ, ટેલ લાઇટ્સ, ટર્ન ઇન્ડિકેટર્સ અને બેક લાઇટ્સ) યોગ્ય રીતે કામ કરી રહી છે કે નહીં તે તપાસવું મહત્વપૂર્ણ છે. જો કોઈ લાઇટમા ખામી હોય તો તેને તરત જ બદલો.


કારની બેટરીને મેઇન્ટેન રાખો


શિયાળાની ઋતુમાં તેના પર સૌથી વધુ અસર થાય છે. નબળી બેટરી ગરમ હવામાનમાં તમારુ કામ ચલાવી લેશે, પરંતુ શિયાળામાં તે લગભગ સંપૂર્ણપણે ડેડ થઇ જશે. તેથી ખાસ કરીને જ્યારે તમે લાંબા રૂટ પર જઈ રહ્યા હોવ ત્યારે તમારી કારની બેટરી તપાસવાની જરૂર કરી લો અને જો તે યોગ્ય રીતે કામ કરતી નથી તો તેને રિપ્લેસ કરી દો જેથી રસ્તામાં તેને કારણે ફસાઈ જવાની કોઈ શક્યતા ન રહે.


એન્જિન ઓઈલ/કૂલન્ટ


જો તમે લાંબા સમયથી એન્જીન ઓઈલ અને કૂલન્ટ બદલ્યા નથી, તો તેને ટોપ અપ કરવાને બદલે બદલાવી લો. શિયાળામાં હળવા એન્જિન તેલનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવે છે. આ માટે તમે તમારી કાર સાથે આપવામાં આવેલા યુઝર મેન્યુઅલ અને કંપનીએ શું ભલામણ કરી છે તેની પણ મદદ લઈ શકો છો. જેથી આપણે તેને યોગ્ય રીતે અનુસરી શકીએ.


વિન્ડશિલ્ડ વાઇપર ચેક કરી લો


ઠંડા હવામાનમાં તે ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેમ છતાં તેની લાઇફ ખૂબ ટૂંકી હોય છે. જો તે તૂટેલા દેખાય તો તેને તરત જ બદલો.


શું વિન્ડશિલ્ડ ક્રેક થયું?


આ કારનો એક મહત્વપૂર્ણ ભાગ છે, જે કેબિનમાં ધૂળ, માટી, પાણી વગેરેને પ્રવેશતા અટકાવે છે. તેથી તેમાં કોઈ તિરાડો વગેરે છે કે કેમ તે તપાસવું જરૂરી છે. જેના કારણે પાણીના ટીપા અંદર આવી શકે છે. આ સિવાય શિયાળામાં તેના પર ધુમ્મસ અને ધૂળ જમા થવાની શક્યતાઓ વધુ રહે છે. પરંતુ કેબિનની બહાર અને અંદરના તાપમાનને સંતુલિત કરીને આને ટાળી શકાય છે.


કારના ટાયર સારી સ્થિતિમાં હોવા જોઈએ


શિયાળામાં કારના ટાયરની સારી સ્થિતિ સિવાય તેની ડેપ્થ પણ પૂરતી હોવી જોઈએ. કારણ કે રસ્તાઓ સ્લિપી હોય છે. જેના કારણે અચાનક બ્રેક મારતી વખતે લપસી જવાની સંભાવના રહે છે. જો ટાયર ફાટી ગયું હોય અથવા બગડી ગયું હોય તો તેને તાત્કાલિક બદલો.


એન્જિન ગરમ કરો


શિયાળામાં કારના વધુ સારા પ્રદર્શન માટે અને તેને કોઈ નુકસાન ન થાય તે માટે એન્જિનને ગરમ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેથી ગમે ત્યાં જતા પહેલા કારને ચાલુ કરી થોડી મિનિટો માટે છોડી દો. ત્યારબાદ જ કાર લઇને નીકળો


બ્રેક્સ તપાસો


શિયાળાની ઋતુમાં ધુમ્મસના કારણે રસ્તાઓ લપસણા બની જાય છે. જેના પર કાર સ્લીપ થવાની સંભાવના છે. આવી સ્થિતિમાં કારની બ્રેક્સ સારી સ્થિતિમાં હોવી ખૂબ જ મહત્વપૂર્ણ છે, જેથી અચાનક બ્રેક લગાવવાની સ્થિતિમાં કોઈપણ અકસ્માતને ટાળી શકાય.


Car loan Information:

Calculate Car Loan EMI