Israel Hamas War Update: હમાસે રવિવારે (26 ડિસેમ્બર) ના રોજ બંધકોના ત્રીજા ગ્રુપને મુક્ત કર્યું હતું. ટાઈમ્સ ઓફ ઈઝરાયલના અહેવાલ મુજબ ઈઝરાયલની સેનાએ જણાવ્યું કે ગાઝા પટ્ટીમાં બંધક બનાવવામાં આવેલા 14 ઈઝરાયલ અને ત્રણ વિદેશી નાગરિકોને મુક્ત કરવામાં આવ્યા છે.                           

  


બંધકોને મુક્ત કરવાનો ત્રીજો દિવસ હતો


સેનાએ જણાવ્યું હતું કે એક બંધકને સીધો ઇઝરાયલની હોસ્પિટલમાં એરલિફ્ટ કરવામાં આવ્યો હતો. કરાર હેઠળ ઇઝરાયલ રવિવારે 39 પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કરવાનું હતું. આ સતત ત્રીજો દિવસ હતો જ્યારે હમાસે પેલેસ્ટિનિયન કેદીઓના બદલામાં ગાઝામાં રાખવામાં આવેલા ઇઝરાયલી બંધકોને મુક્ત કર્યા હતા.






હમાસ 50 ઈઝરાયલી બંધકોને મુક્ત કરશે


ઇઝરાયલ અને હમાસ વચ્ચે બંધકોને મુક્ત કરવા અંગેનો ચોથો કરાર સોમવારે (નવેમ્બર 26) થવાની ધારણા છે. બંને દેશો વચ્ચે ચાર દિવસીય યુદ્ધવિરામનો સોમવારે છેલ્લો દિવસ છે. કરાર હેઠળ હમાસ 50 ઈઝરાયલ બંધકોને મુક્ત કરશે. જ્યારે ઇઝરાયલ દ્વારા 150 પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કરવામાં આવશે. IDFએ ટ્વિટર પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે "હાલમાં હમાસ દ્વારા મુક્ત કરાયેલા 12 બંધકોને ISA અને IDF વિશેષ દળો સાથે હેત્જેરિયમ બેઝ લઇ જવામાં આવી રહ્યા છે.                         


ઇઝરાયલે હમાસના ઠેકાણાઓને નષ્ટ કર્યા


7 ઓક્ટોબરે હમાસ દ્વારા કરવામાં આવેલા હુમલા બાદ ઈઝરાયલે યુદ્ધની જાહેરાત કરી હતી. આ પછી ઇઝરાયલે ગાઝા પટ્ટીમાં ઘૂસીને હમાસના ઠેકાણાઓને નષ્ટ કરવાનું શરૂ કર્યું. હિન્દુસ્તાન ટાઈમ્સ અનુસાર, ગાઝા પટ્ટીમાં ઈઝરાયલના હુમલામાં 1200 લોકો માર્યા ગયા હતા અને 240 લોકોને બંધક બનાવવામાં આવ્યા હતા. હમાસના સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર ઈઝરાયલના હુમલામાં 13,300થી વધુ લોકો માર્યા ગયા છે.