E20 petrol engine damage: અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને પહોંચી રહ્યા છે, જેને પગલે આજકાલ E20 ઇંધણ ખૂબ ચર્ચામાં છે. E20 એટલે કે એવું પેટ્રોલ જેમાં 20% ઇથેનોલ મિશ્રિત કરવામાં આવે છે. જોકે, આ નવું બળતણ તમામ પ્રકારના એન્જિન માટે અનુકૂળ નથી અને તેના પોતાના ફાયદા-ગેરફાયદા છે. ખાસ કરીને જૂની કારના માલિકો માટે આ ચિંતાનો વિષય છે, કારણ કે જો તમારી જૂની કારના એન્જિનને E20 પેટ્રોલના કારણે કોઈ નુકસાન થાય છે, તો તમને કાર વીમાનો દાવો (ઇન્સ્યોરન્સ ક્લેમ) મેળવવામાં મોટી મુશ્કેલી પડી શકે છે અને કંપની તમારો દાવો ફગાવી પણ શકે છે.

E20 એન્જિન કેમ અલગ હોય છે?

એ સમજવું ખૂબ જરૂરી છે કે E20 ઇંધણ માટે બનેલા એન્જિન સામાન્ય એન્જિન કરતા શા માટે અલગ હોય છે. બધા વાહનોના એન્જિન ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ પર ચાલવા માટે નથી ડિઝાઈન કરાયા હોતા. ઇથેનોલના દહનની પ્રક્રિયા (બર્નિંગ પ્રોસેસ) અલગ હોય છે અને તે શુદ્ધ પેટ્રોલ કરતાં એન્જિનના પાર્ટ્સને વધુ નુકસાન પહોંચાડી શકે છે. E20 માટે ખાસ ડિઝાઈન કરાયેલા વાહનોમાં ઇંધણની પાઇપો (ફ્યુઅલ લાઇન્સ) અને ગાસ્કેટ વધુ મજબૂત હોય છે. આ ઉપરાંત તેમાં ખાસ ફ્યુઅલ મેપિંગ સિસ્ટમ અને ઉચ્ચ કમ્પ્રેશન રેશિયો હોય છે જેથી એન્જિનની કાર્યક્ષમતા જળવાઈ રહે. એટલા માટે જ નિષ્ણાતો સલાહ આપે છે કે જૂની કારના માલિકોએ આ ઇંધણ વાપરતા પહેલા ચેક કરી લેવું જોઈએ કે તેમની કાર E20 કમ્પેટિબલ છે કે નહીં.

Continues below advertisement
Continues below advertisement

વીમા કંપનીઓ ક્લેમ કેમ નકારી શકે?

નવા વાહનોના માલિકોએ આ બાબતે ચિંતા કરવાની જરૂર નથી, પરંતુ જૂની કાર ચલાવતા લોકો માટે ઇથેનોલના કારણે એન્જિનમાં અણધારી સમસ્યાઓ આવી શકે છે. આવી સ્થિતિમાં મોટો સવાલ એ થાય કે શું કાર વીમો આ નુકસાનને કવર કરશે? સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી ICICI લોમ્બાર્ડની એક પોસ્ટ અનુસાર, જો જૂની અને નોન-E20 કારમાં E20 ઇંધણ વાપરવાને કારણે એન્જિન બગડશે, તો વીમા કંપનીઓ તેને વાહન માલિકની 'બેદરકારી' અથવા 'દુરુપયોગ' ગણીને વીમાનો દાવો નકારી શકે છે.

આ પણ વાંચોઃ પેટ્રોલના ટેન્શનથી મુક્તિ: આ સસ્તી ઇલેક્ટ્રિક કાર સિંગલ ચાર્જમાં આપશે ધમાકેદાર રેન્જ

શું છે નિયમ?

ICICI લોમ્બાર્ડની અન્ય એક પોસ્ટમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, જો તમારી કાર કંપની તરફથી જ E20 કમ્પેટિબલ (અનુકૂળ) બનાવવામાં આવી હોય અને તેમાં તમે E20 પેટ્રોલ વાપરો છો, તો તમારા વીમા કવરેજ પર કોઈ અસર પડતી નથી. પરંતુ જૂની કારો ઉચ્ચ ઇથેનોલ બ્લેન્ડ એટલે કે વધુ મિશ્રણવાળા પેટ્રોલ પર ચાલવા માટે સક્ષમ ન હોવાથી, જો તેમાં આ પેટ્રોલ પુરાવવામાં આવે તો પરિસ્થિતિ સંપૂર્ણ બદલાઈ જાય છે અને નુકસાનનું આર્થિક ભારણ માલિકે પોતે જ ભોગવવું પડી શકે છે.

આ પણ વાંચોઃ શું E20 પેટ્રોલથી તમારી ગાડીની માઇલેજ ઘટી રહી છે? જાણો શું છે હકીકત?


Car loan Information:

Calculate Car Loan EMI