Paris Olympics 2024: નીરજ ચોપરાએ પેરિસ ઓલિમ્પિકમાં ક્વૉલિફાઈંગ રાઉન્ડમાં શાનદાર પ્રદર્શન કરીને ફાઇનલમાં પોતાનું સ્થાન નક્કી કરી લીધું છે. ભાલા ફેંકના ક્વૉલિફાઇંગ રાઉન્ડમાં નીરજ ચોપડાએ 84.34 મીટરનો પ્રથમ થ્રો કર્યો હતો, જે ક્વૉલિફિકેશન રાઉન્ડમાં બાકીના ખેલાડીઓની સરખામણીમાં શ્રેષ્ઠ સ્કૉર છે.


નીરજ ચોપડાએ ક્વૉલિફિકેશન રાઉન્ડ પાસ કરી લીધો છે અને તે જીતથી થોડે દૂર છે. આવી સ્થિતિમાં JSW સ્ટીલના મેનેજિંગ ડિરેક્ટર સજ્જન જિંદાલે તાજેતરમાં જાહેરાત કરી હતી કે ટીમ ઇન્ડિયા મેડલ વિજેતાને MG Windsor EV કાર ભેટમાં આપવામાં આવશે. આ રીતે જો નીરજ ચોપડા ફાઈનલ જીતશે તો તેને એમજી વિન્ડસર ઈવી કાર ભેટમાં આપવામાં આવશે.


ફાઇનલમાં જીતવા પર મળશે આ કાર 
એમજી વિન્ડસર કારમાં મજબૂત ફિચર્સ છે. મોટી વાત એ છે કે આ કાર હજુ સુધી ભારતમાં લૉન્ચ થઈ નથી. જો નીરજ ચોપડા જીતશે તો તે આ કાર મેળવી શકશે.






MG Windsor EVના ફિચર્સ 
MG Windsor EV એક CUV (કૉમ્પેક્ટ યૂટિલિટી વ્હીકલ) કાર હશે. આ કારમાં 15.6 ઈંચની ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ જોઈ શકાય છે, જ્યારે બેટરીની વાત કરીએ તો તમે કારમાં 50.6 kWhની બેટરી જોઈ શકો છો. આ કાર સિંગલ ચાર્જ પર 460 કિલોમીટર સુધીનું અંતર કાપી શકે છે. MG Windsor EV સુરક્ષાની દૃષ્ટિએ ઉત્તમ સાબિત થઈ શકે છે. આ કારમાં 4 એરબેગ્સ, EBD સાથે ABS, ઈલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ અને અન્ય ઘણી શાનદાર સુવિધાઓ મળશે.


                                                                                                                                                                            


Car loan Information:

Calculate Car Loan EMI