CNG Cars in India: દુનિયાના અન્ય દેશોની સરખામણીમાં ભારતીય માર્કેટમાં ઓટો મોબાઇલ ક્ષેત્રમાં ઝડપથી ક્રાંતિ આવી રહી છે, ભારતમાં પણ હવે કારો ખરીદનાર વર્ગમાં વધારો થઇ રહ્યો છે, પરંતુ પેટ્રૉલ અને ડીઝલની આસમાની કિંમતોના કારણે લોકો ઓપ્શન શોધી રહ્યાં છે, અને આ કારણે ભારતીય માર્કેટમાં CNG કાર ખરીદનારા લોકોની સંખ્યામાં જોરદાર ઉછાળો આવ્યો છે.જો તમે પણ CNG કાર ખરીદવા માંગો છો, તો તમે આ વિકલ્પો પર વિચાર કરી શકો છો. આ છે પાંચ બેસ્ટ સીએનજી કારો... 


ભારતીયોની પહેલી પસંદ છે આ સીએનજી કારો..... 


મારુતિ ઇકો સીએનજી - 
હાલમાં ભારતમાં સૌથી સસ્તી CNG કાર મારુતિ Eeco છે. કંપની આ કારમાં 1.2 L પેટ્રોલ એન્જિન આપે છે જે 6,000 rpm પર 62 bhp અને 3,000 rpm પર 85 nm પીક ટોર્ક ઉત્પન્ન કરવામાં સક્ષમ છે.


મારુત એસ-પ્રીસો સીએનજી - 
શ્રેષ્ઠ CNG કારની યાદીમાં મારુતિની S-Presso કાર બીજા નંબર પર છે. આ કાર ચાર CNG વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે. આ કાર 1.0 L પેટ્રોલ એન્જિન દ્વારા સંચાલિત છે જે 59 PS અને 78 NM પીક ટોર્ક ઉત્પન્ન કરવામાં સક્ષમ છે.


મારુતિ અલ્ટો 800 સીએનજી - 
મારુતિની અલ્ટો 800 CNG પણ સૌથી વધુ આર્થિક કારમાંથી એક છે. આ કાર બે CNG વેરિઅન્ટ સાથે ઉપલબ્ધ છે. મારુતિ આ કારમાં 0.8 લિટર 3 સિલિન્ડર પેટ્રોલ એન્જિન આપે છે જે 41 PS પાવર અને 60 NM ટોર્ક ઉત્પન્ન કરવામાં સક્ષમ છે.


મારુતિ વેગન-આર સીએનજી - 
મારુતિની અન્ય કાર, મારુતિ વેગન-આર, CNG વેરિઅન્ટમાં દેશમાં સૌથી વધુ વેચાતી કારની યાદીમાં સામેલ છે. આ કાર બે CNG વેરિઅન્ટ LXI અને LXI(O)માં ઉપલબ્ધ છે. આ કાર એક કિલોગ્રામ સીએનજીમાં 33.5 કિલોમીટર સુધીની માઈલેજ આપવામાં સક્ષમ છે.


હ્યૂન્ડાઇ સેન્ટ્રો સીએનજી - 
વધુ સારી માઈલેજ આપતી હેચબેક કાર્સમાં હ્યુન્ડાઈની સેન્ટ્રો કારનો પણ સમાવેશ થાય છે. હ્યુન્ડાઈની આ કાર બે CNG મોડલ મેગ્ના અને સ્પોર્ટ્સમાં ઉપલબ્ધ છે. કંપની આ કાર માટે 30 કિલોમીટર સુધીની માઈલેજ આપવામાં સક્ષમ છે.


આ ઉપરાંત તમે આનાથી થોડા મોંઘા બજેટમાં સ્વિફ્ટ અને ટિયાગો ખરીદી શકો છો


મારુતિ સ્વિફ્ટ CNG


મારુતિએ હાલમાં જ તેની સ્વિફ્ટને CNGમાં માર્કેટમાં લૉન્ચ કરી છે. આ કારમાં 1.2-લિટર, ચાર-સિલિન્ડર, ડ્યુઅલજેટ એન્જિન આપવામાં આવ્યું છે. આ એન્જિન CNG પર 77.49 PSની મહત્તમ શક્તિ અને 98.5 ન્યૂટન મીટરનો ટોર્ક જનરેટ કરે છે. આ કાર CNG પર 30 km/kg થી વધુની માઈલેજ આપે છે. આ કારના માત્ર VXI અને ZXI વેરિઅન્ટ જ CNG વર્ઝનમાં આવે છે. જેની એક્સ-શોરૂમ કિંમત 7.77 લાખ રૂપિયા છે.


ટાટા ટિયાગો iCNG


ટાટા મોટર્સે આ CNG કારમાં 1.2-લિટર ત્રણ-સિલિન્ડર રેવોટ્રોન એન્જિનનો ઉપયોગ કર્યો છે. આ એન્જિન મહત્તમ 73 પીએસ પાવર અને 95 ન્યૂટન મીટરનો ટોર્ક ઉત્પન્ન કરે છે. આ કાર CNG પર 26.49 km/kg ની માઈલેજ આપે છે. આ કારની એક્સ-શોરૂમ કિંમત ₹6.30 લાખથી ₹7.82 લાખની વચ્ચે છે.


Car loan Information:

Calculate Car Loan EMI