સુરતઃ સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા લુમ્સના કારખાનામાંથી એક યુવકની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી હતી. મળતી જાણકારી અનુસાર, સુરતના પાંડેસરામાં આવેલા હરિઓમ ઈન્ડસ્ટ્રીઝના કારખાનાના ત્રીજા માળેથી 30 વર્ષીય રોહિતસિંહ ઠાકુરની લાશ મળી આવતા ખળભળાટ મચી ગયો હતો. આ અંગે પોલીસને જાણ કરતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.
પોલીસે મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો. તબીબોના પ્રાથમિક રિપોર્ટમાં મૃતકને માથાના ભાગે ઈજાના નિશાન જોવા મળ્યા છે. મૃતક લુમ્સના કારખાનામાં TFO ચલાવતો હતો. મૃતક યુવકનું નામ રોહિતસિંગ ઠાકુર છે અને તે મૂળ ઉત્તર પ્રદેશનો વતની છે. તે હાલમાં સુરતમા રહેતો હતો. રોહિતસિંગની હત્યા થઈ છે કે આત્મહત્યાનો બનાવ છે તે પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ સ્પષ્ટ થશે. હાલ તો પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી.
Surat : રિસેપ્શનિસ્ટની નોકરી માટે ગઈ પરિણીતા, બિલ્ડરે ઓફિસમાં કર્યુ એવું કે જાણીને ચોંકી જશો
Surat Crime News: સુરતના ઉમરા પોલીસ સ્ટેશનમાં વૃદ્ધ બિલ્ડરે પરિણીતા પર દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઈ છે. 38 વર્ષીય પરિણીતાને નોકરીની જરૂર હોવાથી બિલ્ડરની ઓફિસમાં રિસ્પેશનિસ્ટની નોકરી માટે ગઈ હતી. ઓફિસમાં મીઠી મીઠી વાતો કરી જમીન દલાલે પરિણીતાને ફસાવી દુષ્કર્મ આચર્યું હતું. ઉમરા પોલીસે દુષ્કર્મ કરનાર ત્રણ સંતાનના પિતા સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
અડાજણ પાલ વિસ્તારમાં રહેતી એક મહિલાએ પાંચ વર્ષ પહેલા પતિ સાથે છૂટાછેડા લીધા હતા. જે બાદ માતા સાથે રહેતી હતી. મહિલાને નોકરીની જરૂરીયાત હોવાથી એક મહિલા મિત્ર હસ્તક પાર્લે પોઇનટ સ્થિત એક રીયલ એસ્ટેટ એજન્સીના માલિકની ઓફિસે ગઈ હતી. આરોપીએ આડી અવળી વાતો કર્યા બાદ તેનો હાથ મચકોડીને બળજબરીથી દુષ્કર્મ આચર્યુ હતું અને જો કોઈને કહીશ તો તારું જીવન બગાડી નાંખીશ અને તને કોઈ નોકરીએ નહીં રાખે તેવી ધમકી આપી હતી. મહિલાએ ઘરે આવીને વાત કરી હતી. જે બાદ આરોપી સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
અમૂલે દૂધના ભાવમાં વધારો કર્યો
અમૂલે દૂધના ભાવમાં વધારો કર્યો છે. જેના કારણે આમ આદમી વધુ એક ફટકો લાગ્યો છે. દૂધના ભાવમાં 3 રૂપિયા સુઘીનો વધારો કરવામાં આવ્યો છે. નવો ભાવ વધારો આજથી જ લાગુ થઈ ગયો છે. કંપનીએ એક નિવેદનમાં માહિતી આપી છે કે ઉત્પાદન અને ખર્ચમાં વધારાને કારણે અમૂલ દૂધની કિંમતમાં વધારો થયો છે. કંપનીએ કહ્યું કે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ચારાની કિંમતમાં 20 ટકાનો વધારો થયો છે. કંપનીએ કહ્યું કે તેના કારણે દૂધની કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે. કંપનીએ કહ્યું કે ઈનપુટ કોસ્ટમાં વધારો થવાથી ખેડૂતોના ભાવમાં ગયા વર્ષની સરખામણીમાં 8-9 ટકાનો વધારો થયો છે.
અમૂલે છેલ્લે ક્યારે વધાર્યો હતો ભાવ
અમૂલે ઓગસ્ટ 2022માં દૂધના ભાવમાં પ્રતિ લિટરે બે રૂપિયાનો વધારો કર્યો હતો. ગુજરાત સહિત દિલ્હી એનસીઆર, મુંબઇ, પશ્વિમ બંગાળમાં આવતીકાલથી ભાવ વધારો લાગુ થયો હતો. 500 મીલી અમૂલ ગોલ્ડનો નવો ભાવ 31, 500 મીલી અમૂલ તાજાનો નવો ભાવ 25 રૂપિયા અને 500 મીલી અમૂલ શક્તિનો નવો ભાવ 28 રૂપિયા થયો હતો ઓપરેશન ખર્ચ અને દૂધના ઉત્પાદન ખર્ચમાં વધારાને કારણે ભાવ વધારો લાગુ કરાયો હતો.