Car Sales Report: જાન્યુઆરી 2023ની સેલ્સ રિપોર્ટ અનુસાર, કારોનું વેચાણ કરવાના મામલામાં મારુતિ હંમેશાથી ટૉપ પર રહી છે. વળી, બીજા નંબર પર હ્યૂન્ડાઇ સૌથી વધુ કારોનુ વેચાણ કરી રહી છે. તો ત્રીજા નંબર પર ટાટા મૉટર્સનુ નામ છે.
ઓછી પસંદ કરવામાં આવી રહી છે સેડાન કારો -
હાલના સમયમાં ઘરેલુ માર્કેટમાં એસયુવી કારોની જબરદસ્ત ડિમાન્ડ ચાલી રહી છે. આની અસર સેડાન કારોના વેચાણ પર સ્પષ્ટ રીતે જોવા મળી રહી છે. સૌથી વધુ વેચાનારી કારોની ટૉપ 10 કારોમાં માત્ર મારુતિ સુઝુકી (11,317 યૂનિટ્સ) જ પોતાની જગ્યા બનાવવામાં સફળ થઇ છે. જ્યારે ગયા વર્ષે જાન્યુઆરી 2022 (14,967 યૂનિટ્સ)ની સરખામણીમાં આના વેચાણમાં 24 ટકાની કમી આવી છે.
આ કંપનીઓનો રહ્યો છે જલવો -
જાન્યુઆરીમાં સૌથી વધુ કારોનુ વેચાણ કરવામાં મારુતિની કારોની બોલબાલા રહી છે. સૌથી વધુ વેચાનારી ટૉપ પાંચ કારોમાં ચાર મારુતિની અને ટૉપ ટેન કારોના લિસ્ટમાં 7 કારો મારુતિની રહી છે. આ પછી ટૉપ પાંચમાં ટાટાની નેક્સન પણ એક કાર પોતાની જગ્યા બનાવવામાં સફળ રહી છે, અને ટૉપ 10માં ટાટાની બે કારો (ટાટા નેક્સન અને ટાટા પંચ), વળી, ટૉપ ટેનના લિસ્ટમાં હ્યૂન્ડાઇની માત્ર એક જ કાર હ્યૂન્ડાઇ ક્રેટા સામેલ થવામાં સફળ રહી છે.
આટલા યૂનિટ્સનું થયુ વેચાણ -
• મારુતિ સુઝુકી આલ્ટો - 18,418 યૂનિટ
• મારુતિ સુઝુકી વેગન-આર - 18,398 યૂનિટ
• મારુતિ સુઝુકી સ્વિફ્ટ - 15,193 યૂનિટ
• મારુતિ સુઝુકી બલેનો - 16,357 યૂનિટ
• ટાટા નેક્સન - 15,567 યૂનિટ
• હ્યૂન્ડાઇ ક્રેટા - 15,037 યૂનિટ
• મારુતિ સુઝુકી બ્રેઝ્ઝા - 14,359 યૂનિટ
• ટાટા પંચ - 12,006 યૂનિટ
• મારુતિ સુઝુકી ઇકો - 11,709 યૂનિટ
• મારુતિ સુઝુકી ડિઝાયર - 11,317 યૂનિટ
• હ્યૂન્ડાઇ વેન્યૂ - 10,738 યૂનિટ
• કિઆ સેલ્ટૉસ - 10,470 યૂનિટ
• મારુતિ સુઝુકી આર્ટિગા - 9750 યૂનિટ
• કિઆ સૉનેટ - 9261 યૂનિટ
• ટાટા ટિયાગો - 9032 યૂનિટ
• હ્યૂન્ડાઇ ગ્રાન્ડ આઇ10 નિયૉસ - 8760 યૂનિટ
• મહિન્દ્રા સ્કૉર્પિયો - 8715 યૂનિટ
• મારુતિ ગ્રાન્ડ વિટારા - 8662 યૂનિટ
• મહિન્દ્ર બૉલેરો - 8574 યૂનિટ
• હ્યૂન્ડાઇ આઇ20 - 8185 યૂનિટ
• કિઆ કેરેન્સ - 7900 યૂનિટ
• મારુતિ સુઝુકી ઇગ્નિસ - 5842 યૂનિટ
• મહિન્દ્રા એક્સયૂવી700 - 5787 યૂનિટ
• ટાટા અલ્ટ્રૉઝ - 5675 યૂનિટ
• હૉન્ડા અમેઝ - 5580 યૂનિટ
2023 Tata Harrier: શરૂ થયુ 2023 ટાટા હેરિયરનું બુકિંગ, ઢગલાબંધ ખાસિયતો વાળી છે આ SUV -
2023 Tata Harrier Booking: ટાટા મૉટર્સે પોતાના આવનારા અપડેટેડ મૉડલ 2023 હેરિયર એસયૂવી માટે બુકિંગ શરૂ કરી દીધુ છે. નવા અપડેટેડ હેરિયરના એક્સટીરિયરમાં કંઇક ખાસ ફેરફાર નથી કરવામાં આવ્યો, પરંતુ કેબિન અને સેફ્ટી ફિચર્સમાં સૌથી મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. નવી હેરિયર હવે ADAS સિસ્ટમ વાળી હશે, સાથે જ આમાં બીજા કેટલાય ફેરફારો કરવામાં આવ્યા છે.
કેવો હશે લૂક ?
Tata Motorsએ હેરિયરની હાલની ડિઝાઇનમાં કોઇ ફેરફાર નથી કરવામાં આવ્યો. આ કારમાં 17 ઇંચના ડાયમન્ડ કટ એલૉય વ્હીલ, જેનૉન એચઆઇડી પ્રૉઝેક્ટર હેડલેમ્પ, 3ડી એલઇડી ટેલલેમ્પ અને ગ્લાસ એરિયાની આસપાસ ક્રૉમ ફિનિશ આપવામાં આવ્યુ છે.
કેવુ હશે ઇન્ટીરિયર -
Harrierના ઇન્ટીરિયરની વાત કરીએ તો આમાં ઘણાબધા ફેરફારો કરવામાં આવ્યા છે. આની સીટ્સથી લઇને ડેશબૉર્ડ સુધી બધુ બિલકુલ નવુ છે. આના અપફ્રન્ટમાં એક નવી 7 ઇંચની ફૂલી ડિજીટલ ઇન્સ્ટ્રૂમેન્ટ ક્લસ્ટર આપવામાં આવ્યુ છે, જેમાં ઘણાબધા ઇનબિલ્ટ ફન્ક્શન્સ પણ છે. આની નવી 12 ઇંચ ટચસ્ક્રીન ઇન્ફૉટેનમેન્ટ ખુબ સ્મૂથ અને ફાસ્ટ છે. સાથે જ આમાં જીબીએલનુ 9- સ્પીકર ઓડિયો સિસ્ટમ પણ આપવામાં આવી છે. આ કારમાં હવે IRA-કનેક્ટેડ કાર સૂઇટ આપવામાં આવ્યુ છે, જેમાં રિમૉટ કમાન્ડ, જિયૉફેન્સિંગ, ઓટીએ અપડેટ વ્હીકલ સૉલ્યૂશન સહિત અનેક નવા સેફ્ટી ફિચર્સ આપવામાં આવ્યા છે.
ADAS વાળી હશે નવી કાર -
2023 Tata Harrier માં લેવલ 2 ADAS સિસ્ટમ પમ મળશે, જેમાં ફ્રન્ટ કૉલિશન એલર્ટ, ઓટૉમેટિક ઇમર્જન્સી બ્રેક, ટ્રાફિક સાઇન રિક્ગનાઇઝેશન, હાઇ-બીમ આસિસ્ટ લેન્ડ ડિપાર્ટર વૉર્નિંગ, બ્લાઇન્ડ સ્પૉટ ડિટેક્શન, લેન ચેન્જ એલર્ટ અને રિયર કૉલિશન એલર્ટ જેવા ફિચર્સ આપવામાં આવ્યા છે.
2023 ટાટા હેરિયર માટે કંપનીએ બુકિંગ શરૂ કરી દીધુ છે. જેમાં ગ્રાહક ઓનલાઇન કે ડીલરશીપ દ્વારા બુકિંગ કરી શકે છે. આ માટે તેમને 30,000 રૂપિયાની ટૉકન ફી જમા કરાવવી પડશે.
Car loan Information:
Calculate Car Loan EMI