Car Tips: હાલમાં દેશમાં અનેક પ્રકારની કાર વેચાય છે. જેમાં વિવિધ પ્રકારના ટ્રાન્સમિશનનો વિકલ્પ પણ ઉપલબ્ધ છે. હાલમાં મેન્યુઅલ અને ઓટોમેટિક ટ્રાન્સમિશનવાળી કાર દેશમાં સૌથી વધુ લોકપ્રિય છે. લોકો વધુ આરામ માટે ઓટોમેટિક ટ્રાન્સમિશનવાળી કાર ખરીદવાનું પસંદ કરે છે. પરંતુ તેમાં કેટલીક ખામીઓ પણ રહેલી છે જે મુશ્કેલીઓ પણ ઉભી કરી શકે છે. તેના વિશે જાણવું તમારા માટે ખૂબ જ જરૂરી છે. તો ચાલો જોઈએ તેના શું ગેરફાયદા છે.


વધુ ખર્ચ


ઓટોમેટિક કાર સામાન્ય મેન્યુઅલ કાર કરતા મોંઘી હોય છે. જો તમે ઓછા બજેટમાં લક્ઝુરિયસ કાર ખરીદવા માંગતા હોવ તો તમારા માટે ઓટોમેટિક કાર ખરીદવી યોગ્ય રહેશે નહીં.


સ્મૂધનેસનો અભાવ


ઓટોમેટિક ટ્રાન્સમિશનવાળા કારના માલિકો તરફથી ઘણીવાર એવી ફરિયાદો સાંભળવા મળે છે કે ડ્રાઇવિંગ દરમિયાન તેમાં સ્મૂધનેસનો અભાવ હોય છે. જો કે હવે માર્કેટમાં વધુ સ્મૂધ ઓટોમેટિક કાર પણ આવવા લાગી છે.


અધધ મેન્ટ્રેનંસ ખર્ચ


ઓટોમેટિક કારમાં ગિયરબોક્સ ખૂબ જ મોંઘો ભાગ છે. જેના કારણે જો તે તૂટી જાય છે, તો મેન્યુઅલ કાર કરતાં તેને રિપેર કરાવવામાં તમને ઘણો ખર્ચ થઈ શકે છે.


આવશે આ મુશ્કેલીઓ


જો તમે લાંબા સમય સુધી મેન્યુઅલ કાર ચલાવ્યા બાદ અચાનક ઓટોમેટિક કારમાં શિફ્ટ થશો તો તમારી ડ્રાઈવિંગની આદતને કારણે તમને સમસ્યા થઈ શકે છે અને તેનાથી અકસ્માત થવાની શક્યતાઓ પણ વધી જાય છે.


ઓછી માઇલેજ 


ઓટોમેટિક કારમાં ગિયર આપોઆપ બદલાઈ જાય છે, જેના કારણે તેની માઈલેજ મેન્યુઅલ કાર કરતા થોડી ઓછી હોય છે. જો કે હવે કેટલીક ઓટોમેટિક કારને પણ વધુ માઈલેજ મળવા લાગી છે.


ભારતમાં કેટલીક ઓટોમેટિક કાર


જો કે હાલ દરેક કારના ટોપ વેરિઅન્ટમાં ઓટોમેટિક ટ્રાન્સમિશનનો વિકલ્પ મળવા લાગ્યો છે. પરંતુ દેશમાં સૌથી વધુ વેચાણ બજેટ કારનું છે. તેથી જો તમે 10 લાખથી ઓછી કિંમતની ઓટોમેટિક કાર ખરીદવાનું વિચારી રહ્યા હોવ તોઅહીં કેટલાક લોકપ્રિય મોડલ છે જેમાં ઓટોમેટિક ટ્રાન્સમિશન ગિયરબોક્સ છે જેમ કે Tata Tiago EV, Honda Jazz, Tata Nexon, Hyundai i20, Maruti Baleno, Maruti Dzire, Honda Amaze, Tata Tigor ગિયર બોક્સ સાથે આવે છે.


Car loan Information:

Calculate Car Loan EMI