Car Parking for Long Term: સૌકોઈ જાણે છે કે, વાહનનો વધુ પડતો ઉપયોગ તેને ઝડપથી બગાડે છે. પરંતુ ઘણા લોકોને ખબર નથી કે, જો કોઈ વાહનનો લાંબા સમય સુધી ઉપયોગ જ ન કરવામાં આવે તો પણ તે ખરાબ થઈ શકે છે. એવું ઘણી વખત જોવામાં આવ્યું છે કે, ઘણા લોકો કોઈ કારણસર લાંબા સમય સુધી તેમના વાહનનો ઉપયોગ કરતા નથી અને વાહન એક જગ્યાએ સતત પાર્ક રહે છે. આમ કરવાથી તમારે ભારે ખર્ચ ઉઠાવવો પડી શકે છે. આવો જાણીએ આ રીતે કાર પાર્ક કરવાના કયા ગેરફાયદા છે.
બ્રેક પેડ થઈ જાય છે જામ
ઘણા લોકો હેન્ડબ્રેક લગાવીને લાંબા સમય સુધી કાર પાર્ક કરે છે. લાંબા સમય સુધી આમ કરવાથી વાહનના બ્રેક શૂ મેટલ સાથે ચોંટી જવાથી જામ થઈ જાય છે, જેને ઠીક કરવું શક્ય નથી અને તેને બદલવામાં ઘણો ખર્ચ થાય છે.
બેટરી થઈ શકે છે ડેડ
બેટરીનો ઉપયોગ કોઈપણ વાહન શરૂ કરવા અને ઈલેક્ટ્રોનિક ઘટકો ચલાવવા માટે થાય છે. આ સ્થિતિમાં જો વાહનનો લાંબા સમય સુધી ઉપયોગ ન થાય, તો બેટરી ધીમે ધીમે ડિસ્ચાર્જ થાય છે અને તે ડેડ થઈ જાય છે, જેને બદલવામાં ઘણો ખર્ચ થાય છે.
ટાયર ફ્લેટ થવા
જો કાર એક જગ્યાએ લાંબા સમય સુધી પાર્ક કરવામાં આવે તો તેની હવા ધીમે ધીમે બહાર નીકળી જાય છે અને ટાયર બેસી જાય છે. જેના કારણે વાહનનું આખું વજન ખાલી ટાયર પર આવી જાય છે, જેના કારણે ટાયર ટુંક સમયમાં જ ફાટી જાય છે.
કાર ચોરાઈ શકે છે
લાંબા સમય સુધી સતત એક જગ્યાએ પાર્ક કરેલી કારને જોવાથી પણ ચોરોનો ઈરાદો બગડી શકે છે, જેના કારણે વાહનના પાર્ટ્સ અથવા આખા વાહનની ચોરી થવાની શક્યતા વધી જાય છે.
Driving Tips: જો રાત્રે ડ્રાઇવિંગ કરવું છે તો આ ટિપ્સ જરૂરથી કરો ફોલો, ઊંઘને રોકવામાં કરશે મદદ
રસ્તા પર વાહન ચલાવવું એ ખૂબ જ જવાબદારીભર્યું કામ છે અને તેમાં થોડી પણ ભૂલ તમારા જીવનની સાથે-સાથે અન્ય લોકોના જીવન માટે પણ ખતરો બની શકે છે. એટલા માટે વાહન ચલાવતી વખતે ખૂબ કાળજી રાખવાની જરૂર છે. ઘણા લોકોને રાત્રે વાહન ચલાવવું પડે છે અને ઘણી વખત થાકને કારણે આ સમયે ઊંઘ આવવાની શક્યતા રહે છે, જેના કારણે અકસ્માત થઈ શકે છે. જો તમે પણ રાત્રે વાહન ચલાવો છો, તો તમારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, જેથી તમે ઊંઘના કારણે કોઈ દુર્ઘટનાનો શિકાર ન બનો.
રસ્તાની બાજુમાં થોડી વાર કાર ઊભી રાખો
જ્યારે પણ તમને વાહન ચલાવતી વખતે ઊંઘ આવે ત્યારે તમારે વાહનને થોડીવાર માટે રસ્તાની બાજુમાં પાર્ક કરવું જોઈએ, વાહનમાંથી બહાર નીકળીને ચાલવું જોઈએ અથવા થોડી કસરત કરવી જોઈએ. તેની સાથે થોડું પાણી પીવું અને આંખો પર પાણી છાંટવું જોઈએ.
Car loan Information:
Calculate Car Loan EMI