RCB vs RR: આઇપીએલ 2023માં આજે ફરી એકવાર રાજસ્થાન અને બેંગ્લૉર વચ્ચે આમને સામને ટક્કર જોવા મળશે. આજે ડબલ હેડર મેચમાં પ્રથમ મેચ જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રમાશે. આજે આઇએલની 16મી સિઝનની 60મી મેચ રમાશે. આજની મેચ બપોરે 3.30 વાગ્યાથી શરૂ થશે. આ સિઝનમાં આ બન્ને ટીમો બીજીવાર આમને સામને ટકરાશે. અગાઉ રમાયેલી મેચમાં રાજસ્થાનનો 7 વિકેટે વિજય થયો હતો. જાણો હેડ ટૂ હેડ રેકોર્ડ, લાઇવ ડિટેલ્સ અને સંભવિત પ્લેઇંગ ઇલેવન....


રાજસ્થાન અને બેંગ્લૉર વચ્ચે હેડ ટૂ હેડ રેકોર્ડ - 
IPLમાં રાજસ્થાન રૉયલ્સ અને રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉર વચ્ચે અત્યાર સુધી કુલ 28 મેચો રમાઈ છે, જેમાં રાજસ્થાને 12 અને બેંગ્લૉરે 14માં જીત હાંસલ કરી છે. વળી, આજની મેચ જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રમાશે, જ્યાં બંને ટીમો અત્યાર સુધી કુલ 7 વાર ટકરાયા છે. આ મેચોમાં રાજસ્થાને 4 અને બેંગ્લૉરે 3માં જીત મેળવી છે.


રાજસ્થાન-બેંગ્લૉર મેચ -  લાઇવ સ્ટ્રીમિંગ ડિટેલ્સ  
રાજસ્થાન-બેંગ્લૉર વચ્ચે રમાયેલી મેચના લાઈવ સ્ટ્રીમિંગની વાત કરીએ તો, આ મેચનું ટીવી પર સ્ટાર સ્પૉર્ટ્સ નેટવર્ક પર જીવંત પ્રસારણ કરવામાં આવશે. વળી, મોબાઇલ, લેપટૉપ અને સ્માર્ટ ટીવી પર મેચનું લાઇવ સ્ટ્રીમિંગ Jio સિનેમા એપ્લિકેશન અને વેબસાઇટ પર મફતમાં કરવામાં આવશે.


રાજસ્થાન રૉયલ્સ અને રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉરની આજેની બેસ્ટ પ્લેઇંગ ઇલેવન - 


રાજસ્થાન રૉયલ્સની ટીમ - 
યશસ્વી જાયસ્વાલ, જૉસ બટલર, સંજૂ સેમસન (કેપ્ટન અને વિકેટકીપર), જૉ રૂટ, ધ્રુવ જુરેલ, શિમરૉન હેટમાયર, રવિચંદ્રન અશ્વિન, ટ્રેન્ટ બૉલ્ટ, કેએમ આસિફ, સંદીપ શર્મા, યુજવેન્દ્ર ચહલ.


રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉરની ટીમ - 
ફાક ડૂ પ્લેસીસ (કેપ્ટન), વિરાટ કોહલી, અનુજ રાવત, ગ્લેન મેક્સવેલ, મહિપાલ લોમરોર, દિનેશ કાર્તિક (વિકેટકીપર), કેદાર જાધવ, વાનિન્દુ હસરંગા, કર્ણ શર્મા, જૉસ હેઝલવુડ, મોહમ્મદ સિરાજ.