Challan for Number Plate and Black Film: ઘણી વખત લોકો પોતાની કારને ખાસ દેખાડવા અને વટ પાડવાના ચક્કરમાં તેમાં કેટલાક ફેરફાર કરાવે છે જેમાં કારના કાચ ડાર્ક કરાવવા, હૂટર લગાવવા, જરૂર કરતાં વધુ ફેરફાર કરવા અને તેમની કારની નંબર પ્લેટ પર જાતિ-વિશિષ્ટ શબ્દો લખવા સહિતની કેટલીક બાબતોનો સમાવેશ થાય છે. જ્યારે આ બાબત ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન ગણાય છે અને ભારે ચલણ ભરવું પડી શકે છે. આ ચલણ કેટલું હોઈ શકે અને તેના પર અન્ય શું કાર્યવાહી થઈ શકે તે અંગે અમે વધુ માહિતી આપી રહ્યા છીએ.


તાજેતરમાં જ નોઈડા ટ્રાફિક પોલીસે પણ આવી જ કાર્યવાહી કરતા ટ્વીટ કરીને તેની જાણકારી આપી હતી. જેમાં કારના કાચ પર કાળી ફિલ્મ લગાવવામાં આવી હતી તેમજ હૂટરનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો અને કારની નંબર પ્લેટ પર જાતિ દર્શાવતો શબ્દ પણ લખવામાં આવ્યો હતો. નિયમો હેઠળ કાર્યવાહી કરી નોઈડા પોલીસે આ કાર માટે 22,500 રૂપિયાનું ચલણ જારી કર્યું હતું.


આ નિયમ હેઠળ કરવામાં આવે છે કાર્યવાહી


ટ્રાફિક નિયમો અનુસાર, કોઈપણ પ્રકારના વાહનો પર ભલે તે ટુ વ્હીલર હોય કે ફોર વ્હીલર. કોઈપણ વ્યક્તિ પર જાતિવાદી શબ્દો લખવા ગેરકાનૂની છે. જો કોઈ વાહન માલિક આવું કરે અને જો તે પકડાય છે તો તે વાહન કલમ 177 હેઠળ ચલણમાં આવી શકે છે અથવા પોલીસ તે વાહનને જપ્ત કરી શકે છે. એટલા માટે આ બધી વસ્તુઓથી દૂર રહેવું જોઈએ.


ભારતમાં મોટાભાગના વાહનો પર કંઈક ને કંઈક તો લખેલું જ હોય 


ભારતમાં લોકો આવી વસ્તુઓના વધુ શોખીન છે અને સામાન્ય રીતે તેઓને ટુ વ્હીલરથી ફોર વ્હીલર પર કંઈક લખેલું જોવા મળે છે. જેમાં કેટલીક વખત કેટલીક બાબતો સામાન્ય હોય છે, પરંતુ કેટલીક વખત કેટલીક વસ્તુઓ ભડકાઉ પ્રકારની હોય છે જે સમાજમાં ખોટો સંદેશ આપવાનું કામ કરે છે. પરંતુ તે નિયમો વિરૂદ્ધ હોવાથી પોલીસ કંઈપણ લખતા પકડાય તો નિયમ મુજબ કાર્યવાહી કરે છે.


મોટા સમાચાર : ટ્રાફિક નિયમો તોડતા પહેલા ચેતજો, હવે થશે સીધી FIR, જાણો નવા નિયમો વિશે


રાજ્યમાં ટ્રાફિકના નિયમોની અમલવારીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં હવે ઈ-ટ્રાફિક કોર્ટ (E-Traffic Court) શરૂ થશે. ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસે સંકેત આપ્યા છે કે રાજ્યમાં ટૂંક જ સમયમાં ઈ-ટ્રાફિક કોર્ટ શરૂ થશે.  ઈ-ટ્રાફિક કોર્ટમાં ટ્રાફિક નિયમો તોડનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. મળતી માહિતી મુજબ હવે ટ્રાફિક નિયમો તોડનારાઓને ઇ-મેમો સાથે તેમની સામે FIR પણ દાખલ કરવામાં આવશે. અને જો ઈ-મેમોની દંડની રકમ ભરવામાં નહીં આવે તો  ઈ-ટ્રાફિક કોર્ટમાં આવા નાગરિકો સામે કાર્યવાહી કરવામાં આવશે. 


ઈ-મેમોના દંડની રકમની ભરપાઇ મુદ્દે થયેલી જાહેર હિતની અરજીની સુનાવણીમાં ગુજરાત હાઇકોર્ટે  ઈ-ટ્રાફિક કોર્ટની બાબત સ્પષ્ટ કરી છે. ઈ-ટ્રાફિક કોર્ટ, ઇ-મેમોના દંડની રકમ અને પ્રોસીક્યુશન મુદ્દે હાઇકોર્ટે  ગુજરાત  સરકારને નોટિસ ફટકારી છે. 


 


Car loan Information:

Calculate Car Loan EMI