નવી દિલ્હીઃ કોરોના કાળમાં પબ્લિક ટ્રાન્સપોર્ટથી સફર કરવાનુ દરેક વ્યક્તિ ટાળી રહ્યું છે. કેમકે હવે આ મહામારીના કારણે બજેટ બગડી ગયુ છે. એટલે મોંઘી કાર પણ નથી ખરીદી શકતા, પરંતુ તમારી પાસે આનાથી પણ વધુ સારા ઓપ્શન અવેલેબલ છે. જેને તમે ઓછી કિંમતે સારી કાર ખરીદીને ઘરે લઇ જઇ શકો છો. આ કારોની કિંમત ત્રણ લાખ રૂપિયાથી પણ ઓછી છે. આવો જાણીએ આ સસ્તી કારોનુ લિસ્ટ....... 

Continues below advertisement

Renault Kwid- જો તમે પણ એક સસ્તી કાર ખરીદવાનુ પ્લાનિંગ કરી રહ્યાં છો તો ત્રણ લાખથી ઓછી કિંમતમાં રિનો ક્વિડ એક શાનદાર ઓપ્શન છે. આની કિંમત 2.83 લાખ રૂપિયાથી શરૂ થાય છે. ક્વિડનુ નવુ મૉડ ખુબ એડવાન્સ અને કેટલાય સ્ટાઇલિશ ફિચર્સ વાળુ છે. આમાં 799ccનુ પેટ્રૉલ એન્જિન આપવામાં આવ્યુ છે. જે 25.17 કિલોમીટ પ્રતિ લીટરની માઇલેજ આપે છે. આમાં બીજા કેટલાય ખાસ ફિચર્સ છે. માર્કેટમાં આ સિવાય અન્ય કારો પણ ઉપલબ્ધ છે.

Maruti Alto- જ્યારે પણ નાની કારની વાત આવે છે ત્યારે મારુતિ સુઝુકી અલ્ટોની વાત પહેલા આવે છે. ત્રણ લાખ રૂપિયાથી ઓછી કિંમતમાં આ શાનદાર ઓપ્શન છે. કારની કિંમત 2.89 લાખ રૂપિયાથી શરૂ થાય છે. અલ્ટો લગભગ 22.5 કિલોમીટર પ્રતિ લીટરની માઇલેજ આપે છે. આમાં 796ccનુ એન્જિન આપવામાં આવ્યુ છે.  

Continues below advertisement

Datsun Redi-Go- આ લિસ્ટમાં ડટસન રેડી-ગોનુ નામ પણ સામેલ છે. જો તમારુ બજેટ ઓછુ છે તો આ કાર તમારી પહેલી પસંદ બની શકે છે. આ કારની કિંમત 2.80 લાખ રૂપિયાથી શરૂ થાય છે. આ શાનદાર કારમાં તમને 0.8- લીટરનુ પેટ્રૉલ એન્જિન મળશે, જે 54 PSનો પાવર જનરેટ કરે છે. આ કાર તમને 22.7 કિલોમીટર પ્રતિ લીટર સુધીની માઇલેજ આપે છે. આમાં કંપનીએ સસ્તી કિંમતે એડવાન્સ અને સ્ટાઇલિશ ફિચર્સ આપ્યા છે. માર્કેટમાં આ સિવાય અન્ય કારો પણ ઉપલબ્ધ છે.


Car loan Information:

Calculate Car Loan EMI