કેંદ્રીય મંત્રીમંડળનું વિસ્તરણ ચાલુ સપ્તાહમાં જ કરાશે. એબીપી ન્યૂઝના સૂત્રોને મળેલી માહિતી અનુસાર 7 જુલાઈના પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી મંત્રીમંડળનું વિસ્તરણ કરશે. પીએમ મોદીના નવા મંત્રીમંડળમાં 17થી 22 મંત્રી શપથ લેશે. જે રાજ્યમાં આવતા વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે તે રાજ્યમાં સામાજિક પરિબળોને ધ્યાનમાં રાખીને મંત્રીમંડળમાં પસંદગી કરવામાં આવશે.
સૂત્રોના મતે ઉત્તરપ્રદેશમાંથી ત્રણથી ચાર મંત્રીઓનો સમાવેશ કરાશે. તો અપના દળમાંથી અનુપ્રિયા પટેલને મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે. તો બિહારમાંથી બેથી ત્રણ મંત્રીનો સમાવેશ કરાય તેવી શક્યતા છે.
ભાજપમાંથી સુશીલ મોદી, જેડીયુથી RCP સિંહ અને LJPમાંથી પશુપતિ પારસને સ્થાન મળી શકે છે. જ્યારે મધ્યપ્રદેશમાંથી પણ એક બે મંત્રીનો સમાવેશ કેંદ્રીય મંત્રીમંડળમાં થઈ શકશે. જ્યોતિરાદિત્ય સિંધિયા અને રાકેશ સિંહનો સમાવેશ થઈ શકે છે.
તો મહારાષ્ટ્રમાંથી પણ એક કે બે મંત્રીનો સમાવેશ થઈ શકે છે. મહારાષ્ટ્રથી નારાયણ રાણે, હિના ગાવિત, રણજીત નાઈક નિમ્બલકરને સ્થાન મળી શકે છે. તો રાજસ્થાન, જમ્મૂ કશ્મીર અને લદ્દાખથી એક એક નેતાઓને મંત્રીમંડળમાં સમાવેશ થઈ શકે છે. આ ઉપરાંત પશ્ચિમ બંગાળથી શાન્તુન ઠાકુર અને નિશીથ પ્રામાણિક પૈકી કોઈને કેંદ્રીય મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે.
પૂર્વ મુખ્યમંત્રી અને પૂર્વ નાયાબ મુખ્યમંત્રીને મળી શકે છે સ્થાન
પૂર્વ મુખ્યમંત્રી
- મહારાષ્ટ્રથી શિવસેનામાંથી ભાજપમાં આવેલ પૂર્વ મુખ્યમંત્રી નારાયણ રાણે.
- અસમથી પૂર્વ મુખ્યમંત્રી સરવાનંદ સોનોવોલ.
પૂર્વ નાયબ મુખ્યમંત્રી
- બિહારથી ભ જપના સુશીલ મોદી. પૂર્વ નાયબ મુખ્યમંત્રી રહી ચક્યા છે.
અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા સાથે બેઠક કરી હતી. તે પહેલાં મંત્રીઓના કામનો રિવ્યૂ કર્યો હતો. ભાજપના કેન્દ્રના યુનિટે રાજ્યો પાસેથી પણ વિવિધ નેતાઓના પ્રોફાઈલ તપાસ્યા હતા, ત્યારથી જ મોદીના મંત્રાલયના વિસ્તરણની અટકળો શરૂ થઈ હતી. વડાપ્રધાન તરીકે મોદીએ બીજી વખત મે-૨૦૧૯માં શપથ ગ્રહણ કર્યા પછી પહેલી વખત મંત્રાલયનું વિસ્તરણ થશે.